Not Set/ વરસાદ જોતાજ છોકરીઓ ના મનમાં આ 5 વસ્તુ કરવાનો વિચાર આવવા લાગે છે….

વરસાદના રીમઝીમ ફુવારા ના માહોલમાં જયારે ધરતીમાંથી માટ્ટીની સુંદર ખુશ્બુ આવતી હોય ત્યારે મૌસમ સુખદ બની જતું હોય છે. ભારે તડકો અને ગરમી પછી વરસાદના ટીપા દિલને સુકૂન આપે છે અને સાથે સાથે દિલ માં છુપી ઘણી અજાણી ઈચ્છા ને જન્મ આપે છે. એવુંજ કંઈક છોકરીઓ ની સાથે થતું હોય છે. ચાલો આપણે જાણીએ કે, […]

Fashion & Beauty Lifestyle

વરસાદના રીમઝીમ ફુવારા ના માહોલમાં જયારે ધરતીમાંથી માટ્ટીની સુંદર ખુશ્બુ આવતી હોય ત્યારે મૌસમ સુખદ બની જતું હોય છે. ભારે તડકો અને ગરમી પછી વરસાદના ટીપા દિલને સુકૂન આપે છે અને સાથે સાથે દિલ માં છુપી ઘણી અજાણી ઈચ્છા ને જન્મ આપે છે. એવુંજ કંઈક છોકરીઓ ની સાથે થતું હોય છે. ચાલો આપણે જાણીએ કે, વરસાદના મોસમમાં છોકરીઓના મનમાં શું કરવાની ઈચ્છા થતી હોય છે.

વરસાદમાં નાહવાનું મન થાય છે

વરસાદ જોતાજ સૌથી પેહલા છોકરીઓ ને મન થાય છે કે તેઓ વરસાદમાં ખુબ ન્હાય. ગરમી અને ભેજ પછી શરીર ને વરસાદ ના પાણીમાં ભીંજાવાથી મનને સુકૂન મળે છે તેમજ ત્વચા માટે વરદાન પણ સાબિત થાય છે.

પકોડા ખાવાનું મન થાય છે

છોકરી હોય કે છોકરો, અથવા કોઈ પણ વડીલ, વરસાદ જોતા જ દરેકના મનમાં ચા સાથે પકોડા ખાવાનું મન થઇ જતું હોય છે. છોકરીઓને એમ પણ ચટપટું ખાવાનું વધારે પસંદ હોય છે. વરસાદ થયો નથી કે તેઓ રસોડા માં પહોંચી જાય છે પકોડા બનાવા અથવા કંઈક ચટપટું બનાવા.

બાઈક પર ફરવાનું મન થાય છે

છોકરીઓ ને વારંવાર ઈચ્છા થતી હોય છે વરસાદ માં તેઓ તેમના પાર્ટનર સાથે બાઈકમાં ફરવા જાય. સૌમ્ય વરસાદ વચ્ચે તમારા પાર્ટનર ની સાથે બાઇકમાં પાછળ બેસવાની મજા પણ કંઈક અલગજ હોય છે.

વરસાદ માણવાનું મન થાય છે

મોટાભાગની છોકરીઓને તેમના ઘરની બાલ્કનીમાં ઊભીને વરસાદ ને કલાકો સુધી માણવાનો ખુબ શોખ હોય છે. ખાસ વાત તો એ છે કે તેઓ કલાકો સુધી તે કરી શકે છે. હરિ ભરી હરિયાળી વચ્ચે વરસાદને જોવાથી ખરેખર આંખને ઠંડક મળે છે.

પાર્ટનર સાથે વરસાદમાં પલળવું

દરેક છોકરી ની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના પાર્ટનર સાથે ચાલુ વરસાદે એક બીજા નો હાથ પકડીને એમજ રોડ પર ફરતી રહે. આવ કરવાની સાથે તે તેના પાર્ટનર સાથે પ્રેમથી વાતો કરે.