Ahmedabad News: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના રાજીવ ગાંધી ભવનની મુલાકાતે આવ્યા છે. અમદાવાદમાં રાહુલ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીમાં રાજકોટ અગ્નિકાંડ, તક્ષશિલા કાંડ, હરણી બોટકાંડના પીડિતોના કુટુંબીઓને મળશે. રાહુલ ગાંધીની મુલાકાતનો વિહીપ અને બજરંગદળ દ્વારા ઠેરઠેર વિરોધ કરવામાં આવ્યો છે. પોલીસે વિહીપના કાર્યકરોની ટકાયત પણ કરી છે. અગાઉ કોંગ્રેસ કચેરીએ ભાજપ-કોંગ્રેસના કાર્યકરોની થયેલી અથડામણને ધ્યાનમાં લઈને પોલીસે પહેલેથી જ લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે.
રાહુલનું આગમન કોંગ્રેસના કાર્યકરોમાં જુસ્સો ભરશે તેમ માનવામાં આવે છે. કોંગ્રેસની કચેરી પર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. રાહુલ ગાંધી હાલમાં રાજીવ ગાંધી ભવનમાં છે. અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક સહિતના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યુ હતું. કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુ સમાજને લઈને કરેલી ટિપ્પણીના લીધે હવે તેઓ ગુજરાત આવ્યા છે ત્યારે તેમનો વિહિપ, બજરંગદળ અને ભાજપના કાર્યકરો દ્વારા મોટાપાયા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ સંસદમાં શિવજીના દર્શન કરાવતા ભાજપના પેટમાં તેલ રેડાયું છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ હિંસા ફેલાવીને હિંદુઓને બદનામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતીઓ ભાજપથી કંટાળી ગયા છે. કોંગ્રેસની કચેરી પર મોટાપાયા પર કોંગ્રેસના કાર્યકરોનો જમાવડો થયો છે. અમદાવાદમાં પાલડી સહિત અનેક વિસ્તારમાં વિહીપ અને બજરંગ દળના કાર્યકરો રાહુલ ગાંધીના પૂતળા બાળીને તેનો વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…
