Entertainment News : ઇરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન એક વીડિયોને કારણે ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં તે ધ્રૂસકે ધ્રૂસકે રડતો જોવા મળી રહ્યો છે. ભાવનાત્મક રીતે ભાંગી પડેલો બાબિલ આ વીડિયોમાં રડતાં રડતાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે અપશબ્દોનો પણ ઉપયોગ કરી રહ્યો છે. બાબિલે વીડિયોમાં અનન્યા પાંડે, અર્જુન કપૂર જેવા કેટલાક એક્ટર્સના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. જોકે, હવે તેના એકાઉન્ટમાંથી વીડિયો દૂર કરી દેવામાં આવ્યો છે અને તેનું એકાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. પરંતુ આ પહેલા જ તેનો વીડિયો વાયરલ થઈ ગયો છે.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે ખૂબ જ રડતો અને બોલિવૂડ માટે એવા અપશબ્દોનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો .તે કહે છે કે,બોલિવુડ ખૂબ જ અસંસ્કારી છે. બોલિવૂડ સૌથી નકલી છે. હું જેનો ભાગ રહ્યો છું તે સૌથી નકલી ઇન્ડસ્ટ્રી છે. અહીં કેટલાક લોકો એવા છે જે બોલિવુડને વધુ સારું બનાવવા માંગે છે. હું તમને ઘણું બધું બતાવવા માગું છું. મારી પાસે તમને બતાવવા માટે ઘણું બધું છે.’ આટલું કહીને બાબિલ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો.
તે જ સમયનો બીજો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બાબિલે કહ્યું છે કે, ‘હું કહેવા માગું છું કે તમારે જાણવું જોઈએ કે અહીં શનાયા કપૂર, અનન્યા પાંડે, અર્જુન કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ અને આદર્શ ગૌરવ અને અરિજિત સિંહ પણ છે. અહીં ઘણાં બધાં નામ છે, બોલિવૂડ ખૂબ જ **** છે, બોલિવૂડ ખૂબ જ અસંસ્કારી છે.’આ વીડિયો રેડિટ પર આ દાવા સાથે પોસ્ટ કરવામાં આવ્યા છે કે બાબિલે આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. જોકે, થોડા સમય પછી આ વીડિયો દૂર કરવામાં આવ્યા હતા. જોકે, હવે બાબિલ ખાનની પ્રોફાઇલ ઇન્સ્ટાગ્રામ પર દેખાતી નથી.
આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા લોકો બાબિલ માટે ચિંતિત થઈ ગયા છે. ઘણા લોકો કહે છે કે બાબિલને શક્ય તેટલી વહેલી તકે મદદ મળવી જોઈએ. કેટલાક લોકો વિચારી રહ્યા છે કે શું આ તેની સુસાઇડ નોટ તો નથી ને!.જો કે, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ બાબિલ ખાનની ટીમ અને ફેમિલીએ તેના પર સ્પષ્ટતા કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે,’છેલ્લાં ઘણાં વર્ષોથી બાબિલ ખાન તેના કામ માટે અને તેની માનસિક સ્થિતિ વિશે ખૂલીને વાત કરવા બદલ ચાહકો પાસેથી ઘણી પ્રસંશા અને પ્રેમ મેળવતો આવ્યો છે. કોઈ પણની જેમ બાબિલ પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે. અને બાબિલના હિતેચ્છુઓ અને શુભ ચિંતકોને ખાતરી આપવા માગીએ છીએ કે, બાબિલ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ટૂંક સમયમાં સારું અનુભવશે.
તેમણે કહ્યું છે કે,- બાબિલનો વીડિયો ખોટા અર્થઘટન સાથે વ્યાપક રીતે વાયરલ થયો છે જેનો સંદર્ભ પણ બદલાઈ ગયો છે. હકીકતમાં બાબિલ વીડિયોમાં એમ કહેવા માગે છે કે બોલિવૂડમાં ઘણા એવા લોકો છે જે વિશાળ રીતે બોલિવૂડને વધારે સારું કરવા પ્રયાસરત છે. તે માટે તેણે કેટલાક નામ પણ લીધા જેમાં અનન્યા પાંડે, શનાયા કપૂર, સિદ્ધાંત ચતુર્વેદી, રાઘવ જુયાલ, આદર્શ ગૌરવ, અર્જુન કપૂર અને અરિજિત સિંહ- આ એવા લોકો છે જે પોતાના ઝનૂન, વિશ્વસનીયતા અને પ્રયત્નો દ્વારા ઇન્ડસ્ટ્રીની વિશ્વસનીયતાને પુન:સ્થાપિત કરી રહ્યા છે
અમે મીડિયા પબ્લિકેશન્સ અને જાહેર જનતાને આદરપૂર્વક વિનંતી કરીએ છીએ કે, તમે આ વિડિયોને તૂટક-તૂટક ન જોતા તેના શબ્દોને સંપૂર્ણ રીતે સાંભળો અને જુઓ તો તમને સત્ય સમજાઈ જશે’નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ બાબિલે તેના પિતા ઇરફાન ખાન માટે તેમની પુણ્યતિથિ પર એક પોસ્ટ શેર કરી હતી. આ ઉપરાંત, બાબિલને જ્યારે ટ્રોલ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે ઘણી વખત સ્પષ્ટતા આપી હતી.
આ પણ વાંચો:અનિલ કપૂરે મહેશ બાબુનું કર્યું ખુલ્લેઆમ અપમાન, વીડિયો જોઈને ચાહકો થઈ ગયા ગુસ્સે
આ પણ વાંચો:પિતાના મૃત્યુના 20 દિવસ બાદ કામ પર પાછા ફર્યા મહેશ બાબુ, પોસ્ટ કરી શેર
આ પણ વાંચો:પિતાના અંતિમ સંસ્કાર પર મહેશ બાબુએ કરાવ્યું મુંડન? 13 દિવસ બાદ બહાર આવ્યું ચોંકાવનારું કારણ
