Not Set/ શું તમને સર્પ જોઈને ડર લાગે છે..? તો મળો ગુજરાતની બહાદુર દીકરી દેવાંશીને …

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, 11 ઓકટોબરે સમગ્ર વિશ્વમાં ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ જગ્યા જ્ગ્યા એ બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી છે. આજે આપણે એક આવીજ એક ગુજરાતી દીકરીની વાત કરવા જઇ રહયા છીએ. સામાન્ય રીતે ઘરમાં ગરોળી-વંદા અને નાના જીવ જંતુ જોઈને સ્ત્રી અને દીકરીઓ ડરી જતી હોય છે. અથવા એમ કહીએ […]

Uncategorized

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, 11 ઓકટોબરે સમગ્ર વિશ્વમાં ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ જગ્યા જ્ગ્યા એ બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી છે. આજે આપણે એક આવીજ એક ગુજરાતી દીકરીની વાત કરવા જઇ રહયા છીએ.

સામાન્ય રીતે ઘરમાં ગરોળી-વંદા અને નાના જીવ જંતુ જોઈને સ્ત્રી અને દીકરીઓ ડરી જતી હોય છે. અથવા એમ કહીએ કે ઘરના દરેક સભ્ય ડરી જતાં હોય છે, તો પણ ખોટું નથી.

મૂળે કચ્છના રાપરની અને હાલ ગાંધીનગરના સરગાસણમાં અભ્યાસાર્થે આવી વસેલી દેવાંશી પંચાલ જોખમી એવા ઝેરી સર્પોને પકડી લે છે. રાપર માં બાળપણ વિતાવી ઉચ્ચત્તર માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરી રસાયણ વિજ્ઞાનમાં સ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા ગાંધીનગર ખાતે આવી ને વસેલી અને હાલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં હાલ અભ્યાસ કરી રહી છે.

કચ્છના ગ્રામીણ વિસ્તારમાં થયેલા ઉછેરના કારણે પ્રકૃતિ પ્રેમ અને વન્ય જીવજંતુ પ્રત્યે લગાવ અને તેમાય ખાસ કરીને સાપ પ્રત્યેના સવિશેષ લગાવને કારણે  તેણે ગુજરાત અને ભારતના સર્પને લગતા તમામ સાહિત્યનું વાંચન કર્યું. ગાંધીનગરમાં સર્પને બચાવવા માટે કાર્યરત એવા તુષાર પરીખ સાથે મળી ને તેમને ઓળખતા અને પકડતા શિખી. આજે કોઈ પણ પ્રકારનો સાપ, ઝેરી હોય કે બિનઝેરી દેવાંશી તેમને ઓળખી તથા પકડી શકે છે. તેના કેહવા પ્રમાણે જેટલું આપણે સાપ થી ડરીએ છે, તેના કરતા સાપ માનવથી વધુ ડરતો હોય છે અને તેથી જ તે પોતાના સ્વબચાવમાં જ કરડતો હોય છે.

દેવાંશીનું કહેવું છે કે સાપને હાનિ પહોચડવી એ જીવ સૃષ્ટિને હાનિ પહોચડવા બરાબર છે. સર્પ  ખેતરમાં ઉભા ને નુકસાન પોહચડતા ઉંદરને ખાઈને તે પાકને રક્ષા પોહોંચાડે છે. આમ બીજી કેટલીય બાબતોમાં સાપ જૈવિકચક્રનું સંતુલન બનાવામાં મહત્વની ભૂમિકા ભજવતો હોવાથી, તેને વગર વિચાર્યે મારીને આપણે આપણા પગ પરજ કુહાડી મારી રહ્યા છીએ.

ગાંધીનગરમાં સર્પ બચાવની કામગીરી કરતી ‘સ્નેક લવર્સ ક્લબ’ સાથે જોડાયેલી દેવાંશી અને તેના સાથી મિત્રો સર્પને નુકસાનના પહોંચે તેમ તેને બચાવીને સુરક્ષીત સ્થાને છોડી આવે છે. દેવાંશીને આ અજબ ગજબનો શોખ અને વારસો, રાપરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં, પ્રકૃતિ પ્રેમી અને ખાગોળવિદ એવા તેના પિતાજી ડૉ દિનેશચંદ્ર પંચાલ તરફ થી મળેલો છે. દેવાંશીને આ કાર્યમાં તેની માતા તનુજા પંચાલ તરફથી પણ પૂરતું પ્રોત્સાહન મળી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.