Not Set/ જાણો કેવો રહેશે આજનો દિવસ

મેષ : આર્થિક અને વ્યાવસાયિક રીતે આજનો દિવસ લાભદાયી રહે. આર્થિક લાભ મળે. લાંબાગાળાનું નાણાંકીય આયોજન કરી શકો. શરીર અને મનથી સ્વસ્થ રહો. વૃષભ : વિચારોની વિશાળતા અને વાણીનો જાદુ આજે અન્યને પ્રભાવિત કરશે. લોકો સાથેના સંબંધો સુમેળભર્યો રહેશે. બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં સફળતા મળશે. મિથુન : અગત્યના નિર્ણયો લેવામાં આપ દ્વિધા અનુભવશો. માતા અને […]

Uncategorized

મેષ : આર્થિક અને વ્યાવસાયિક રીતે આજનો દિવસ લાભદાયી રહે. આર્થિક લાભ મળે. લાંબાગાળાનું નાણાંકીય આયોજન કરી શકો. શરીર અને મનથી સ્વસ્થ રહો.

વૃષભ : વિચારોની વિશાળતા અને વાણીનો જાદુ આજે અન્યને પ્રભાવિત કરશે. લોકો સાથેના સંબંધો સુમેળભર્યો રહેશે. બૌદ્ધિક ચર્ચા કે વાદવિવાદમાં સફળતા મળશે.

મિથુન : અગત્યના નિર્ણયો લેવામાં આપ દ્વિધા અનુભવશો. માતા અને સ્ત્રીઓ સંબંધી બાબતમાં વધારે સંવેદનશીલ રહો. અનિંદ્રાના કારણએ શરીરમાં અસ્વસ્થતા રહે. જમીન, મિલકત વગેરેની ચર્ચા નિવારવી.

કર્ક : કાર્ય સફળતા અને નવા કામના શુભારંભ માટે આજનો દિવસ સારો રહે. મિત્રો તેમજ સ્વજનો સાથેની મુલાકાતથી આપ ખુશખુશાલ રહેશો. નાની મુસાફરીનો યોગ છે, ભાઈભાંડુઓથી સુમેળ રહે.

સિંહ : દૂર વસતા સ્નેહીજનો તેમજ મિત્રો સાથેના સંદેશાવ્યવહારથી આપને લાભ થાય. પરિવારમાં સુખશાંતિ રહે. ઉત્તમ ભોજનની પ્રાપ્તિ થાય.

કન્યા : વૈચાર્ક સમૃદ્ધિ અને વાણીની મોહકતાથી આપ લાભ અને સુમેળભર્યા સંબંધો વિકસાવી આપનું કામ કઢાવી શકશો. વ્યવસાયની દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી નીવડે.

તુલા : આપની વાણી અને વર્તનને સંયમમાં રાખવા પડશે. અન્ય વ્યક્તિઓ કે કુટુંબીજનો સાથે ઉગ્ર બોલાચાલી થવાનો સંભવ છે. પરોપકારનો બદલો અપકારથી મળે તેવું બને. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધશે.

વૃશ્ચિક : આપ ગૃહસ્થજીવનમાં સુખ અને સંતોષની અનુભૂતિ કરશો. પત્ની તથા પુત્ર તરફથી શુભ સમાચાર મળે. માંગલિક કાર્ય થાય. લગ્ન માટેના સંયોગો સર્જાય.

ધન : આર્થિક અને વેપારના આયોજન કરવા માટે શુભ દિવસ. કાર્ય સરળતાપૂર્વક સફળ બનશે. પરોપકારની ભાવના આજે બળવત્તર રહેશે. ગૃહસ્થજીવનમાં આનંદ વ્યાપી રહેશે.

મકર : આપનો આજનો દિવસ મિશ્રફળદાયી નીવડશએ. બૌદ્ધિક કાર્યો અને વ્યવસાયમાં નવી વિચારસરણી અમલમમાંં મુકશો. લેખન અને સાહિત્યને લગતી પ્રવૃત્તિઓમાં આપની સર્જનાત્મક દેખાશે. સંતાનોના પ્રશ્નો વિશે ચિંતા ઉદભવે.

 

કુંભ : નકારાત્મક વિચારોથી મનમાં હતાશા જન્મશે, આ સમયે માનસિક ઉદ્વેગ અને ક્રોધની લાગણીનો અનુભવ કરશો. ખર્ચ વધશે. આરોગ્ય કથળે. અકસ્માતથી સંભાળવું.

મીન : આજનો આપનો દિવસ સુખશાંતિથી પસાર થાય. પતિ-પત્ની વચ્ચે દાંપત્યજીવનમાાં નિકટતાનો અનુભવ થાય. મિત્રો સ્વજનો સાથે મિલન મુલાકાત થાય. ઉત્તમ લગ્નસુખ પ્રાપ્ત થાય.