Not Set/ રવિ પુજારીની ધમકીઓ બાદ સાયબર ટીમ સતર્ક

આણંદ જિલ્લાનાં બોરસદ શહેર નાં અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ ને કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારી એ ફોન પર વિદેશથી ધમકી આપતાં ચકચાર મચી જવા પામી છે…પ્રજ્ઞેશ પટેલ ના ફોન પર વિદેશથી ફોન આવ્યો હતો જેને રિસીવ કરતા સામે છેડેથી હિન્દીમાં એક વ્યક્તિ એ વાત કરી હતી…તેણે પોતાનું નામ રવિ પુજારી હોવાનું કહ્યું હતું અને કેબલનાં ધંધામાં […]

Uncategorized

આણંદ જિલ્લાનાં બોરસદ શહેર નાં અપક્ષ કાઉન્સિલર પ્રજ્ઞેશ પટેલ ને કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારી એ ફોન પર વિદેશથી ધમકી આપતાં ચકચાર મચી જવા પામી છે…પ્રજ્ઞેશ પટેલ ના ફોન પર વિદેશથી ફોન આવ્યો હતો જેને રિસીવ કરતા સામે છેડેથી હિન્દીમાં એક વ્યક્તિ એ વાત કરી હતી…તેણે પોતાનું નામ રવિ પુજારી હોવાનું કહ્યું હતું અને કેબલનાં ધંધામાં કેટલું ઈન્વેસ્ટ કર્યું છે જેવી વિગતો પુછી હતી…પ્રજ્ઞેશ પટેલને રવિ પુજારીએ પોતાનાં માણસો સામે ઈલેક્શનમાં ઉભા રહેવા છતાં રવિ પુજારીને નથી ઓળખતો તો બહુજલ્દી જ ઓળખી જઈશ એમ કહ્યું હતું…પ્રજ્ઞેશ પટેલ એ આ અંગે બોરસદ ટાઉન પોલીસ મથકે લેખિત અરજી આપી તપાસની માંગ કરી છે…ઉલ્લેખનીય છે કે અગાઉ  13  જાન્યુઆરીના રોજ પ્રજ્ઞેશ પટેલ પર રવિ પુજારી ના શાર્પશુટરોએ 4  રાઉન્ડ ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પ્રજ્ઞેશ પટેલ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી…આ રીતે ફોન આવતા પોલીસતંત્ર પણ હરકતમાં આવી ગયું છે અને સાયબર ક્રાઇમ વિભાગની મદદ લઇ તપાસ ચાલુ કરવામાં આવી છે…