DMF Website Government : ગુજરાત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન(DMF)ની સત્તાવાર વેબસાઇટમાં એક મોટો છબરડો સામે આવ્યો છે. રાજ્યમાં સરકાર બદલાયા બાદ પણ વેબસાઇટ પર હજુ પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને IMD ના વડા એમ. કે. દાસના નામ જ દર્શાવવામાં આવેલા છે. ગુજરાતના મુખ્યમંત્રી બદલાયા પણ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) વિભાગની સાઈટમાં મુખ્યમંત્રી તરીકે રૂપાણી જ છે.
જ્યારે વાત કરીએ તો, રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી તથા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (FMD)ના IMD ના વડા ની માહિતી વેબસાઇટ પર અપડેટ ન થવાને કારણે સરકારી તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (FMD)ની વેબસાઈટની વિશ્વનિયતા કેટલી ? લોકોને આ વેબસાઈટ પરથી અપડેટેડ માહિતી મળતી હશે ? આ પ્રશ્નો પરથી એવું લાગે છે કે અધિકારીઓ કામગીરીમાં રસ દાખવતાં નહિં હોય. જે તંત્ર વેબસાઈટમાં પોતાના અધિકારીઓની માહિતી અપડેટ કરતું નથી તે તંત્ર FMD ની કામગીરી વિશે રેગ્યુલર અપડેટ થતું હશે ? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 2 ટર્મથી હોવા છતાં સરકારે આ વેબસાઈટને કેમ અપડેટ નહિં કરી હોય. આ છબરડો સરકારી વેબસાઇટના નિર્માણ અને સંચાલનમાં રહેલી ગંભીર ખામી તરફ ઇશારો કરે છે.
![]()
મળતી માહિતી મુજબ રાજ્યના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (FMD)ના IMD ના વડા આઈએએસ મમતા વર્મા (IAS Mamta Verma) છે. જ્યારે વેબસાઈટમાં તો M. K. Das (IAS) બતાવવામાં આવ્યા, પરંતુ એમ. કે. દાસ વર્તમાનમાં મુખ્યમંત્રીના અધિક સચિવ અને ગૃહવિભાગમાં અધિક મુખ્ય સચિવનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે. તંત્ર દ્વારા વેબસાઈટમાં અપડેટ ના કરીને સાબિત કર્યુ કે તંત્રની કામગીરી ઢીલી જ હોય છે.
* ગુજરાત ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની વેબસાઇટમાં ખોટી માહિતી.
* સરકાર બદલાયા બાદ પણ વેબસાઇટ અપડેટ ન થવી.
* સરકારી તંત્રની કામગીરી પર સવાલો.
* વેબસાઇટ નિર્માણ અને સંચાલનમાં ખામી.
![]()
AMC ની વેબસાઈટમાં પણ છબરડો થયો હતો
એકાદ વર્ષના સમય પહેલા અમદાવાદ કોર્પોરેશનની નવી વેબસાઈટમાં જૂના અધિકારીઓના નામ ચાલી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મ્યુનિ. કમિશનર તરીકે પણ એમ. થેન્નારસન આવ્યાને પણ લાંબો સમય થયો હોવા છતાં નવી વેબસાઈટ પર લોચન શહેરાનું નામ મ્યુનિ. કમિશનર તરીકે ચાલી રહ્યું હતું. આ ઉપરાંત અધિકારીઓની બદલી થયા બાદ પણ માહિતી અપડેટ કરવામાં આવી ન હોય તેમ હજુ તેમના જ નામ મૂકવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે સરકારી તંત્રને તાત્કાલિક આ છબરડો દૂર કરીને વેબસાઇટને અપડેટ કરવાની જરૂર છે. સાથે જ આ ઘટનાને સુધારીને લોકો સુધી ખોટી માહિતી ના પહોંચે તે સરકારે વિચારવું જરૂરી જણાય છે.
આ પણ વાંચો: IRCTC ની વેબસાઈટ ઠપ થતા તત્કાળ સેવા, કેન્સલેશન, બુકિંગ બંધ
આ પણ વાંચો: ઈલેક્ટોરલ બોન્ડ અંગે વેબસાઈટ પર પૂરતી માહિતી ઉપલબ્ધ નથી
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ફિશિંગ હુમલો, સુપ્રીમ કોર્ટે જારી કર્યું એલર્ટ
