Tamil Nadu Ammonia Gas Leak Tragedy: તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક દુર્ઘટના સામે આવી છે. અહીં રવિવારે એક મોટી સીફૂડ એક્સપોર્ટ ફેક્ટરીમાં અચાનક ઝેરી એમોનિયા ગેસ લીક (Ammonia Gas Leak) થતાં અફરાતફરી મચી ગઈ હતી. શ્વાસ રૂંધાવાને કારણે ફેક્ટરીમાં કામ કરતી 7 યુવાન મહિલા કર્મચારીઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે 67 થી વધુ લોકોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક હોનારત સેન્ટ પીટર્સ પોલ સીફૂડ્સ એક્સપોર્ટ્સ યુનિટમાં ઘટી હતી.
Gas Leak થતાં 9 મહિલાઓ વેન્ટિલેટર પર
ઘટનાની ગંભીરતાને જોતાં અરક્કોનમ સ્થિત NDRF ની વિશેષ ટીમો ગેસ ડિટેક્શન અને કેમિકલ ડિઝાસ્ટર કંટ્રોલના આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જિલ્લા કલેક્ટર એસ. કવિતાના જણાવ્યા મુજબ, અસરગ્રસ્તોમાંથી 46 દર્દીઓને વેલ્સ હોસ્પિટલ અને 21 ને વેંકટેશ્વરા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમાંથી 9 યુવતીઓની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર(Gas Leak) સપોર્ટ સાથે ચેન્નઈની સ્ટેનલી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડાયા છે. ભોગ બનનાર મોટાભાગની યુવતીઓ 24 થી 25 વર્ષની ઉંમરની છે.
કેમ આટલો ઘાતક સાબિત થાય છે એમોનિયા ગેસ?
એમોનિયા (NH₃) એક અતિશય તીવ્ર ગંધવાળો અને રંગહીન ગેસ છે, જે કોલ્ડ સ્ટોરેજ અને રેફ્રિજરેશન સિસ્ટમમાં વપરાય છે. તે પાણીમાં જલ્દી ઓગળતો હોવાથી શરીરના ભેજવાળા ભાગો જેવા કે આંખ, નાક અને ગળાના સંપર્કમાં આવીને ફેફસાંને સીધું નુકસાન પહોંચાડે છે. ગેસ વધુ પ્રમાણમાં શ્વાસમાં જવાથી ફેફસામાં પાણી ભરાઈ જાય છે અને વ્યક્તિ ગૂંગળામણના(Gas Leak) કારણે દમ તોડી દે છે.
આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં ઓલિયમ ગેસ લીકેજથી ભયનો માહોલ, 2,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
આ પણ વાંચો:ઉમરગામમાં કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ, વિસ્ફોટથી કામદારો ઘાયલ, તપાસ શરૂ
આ પણ વાંચો:તમિલનાડુની ફેક્ટરીમાં ઝેરી એમોનિયા ગેસ લીક થતાં 7 મહિલાઓના મોત, 65 હોસ્પિટલમાં દાખલ
