Entertainment News/ કોણ છે ઇન્ડિયન ડોનાલ્ડ ટ્રમ્પ અવિનાશ અગ્રવાલ? સમય રૈનાના શોમાં લૂંટી મહેફિલ

સમય રૈનાના કોમેડી શો ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ 2ના પહેલા જ એપિસોડમાં અવિનાશ અગ્રવાલે ડોનાલ્ડ ટ્રમ્પની (Indian Trump)શાનદાર મિમિક્રી કરીને આલિયા ભટ્ટ અને જજો પાસેથી પરફેક્ટ 10 નો સ્કોર મેળવ્યો છે. જાણો કોણ છે આ ઇન્ડિયન ટ્રમ્પ.

Trending Entertainment
Indian Trump

Avinash Agarwal India’s Got Latent 2: કોમેડિયન સમય રૈનાનો (Samay Raina) મોસ્ટ અવેટેડ ટૅલેન્ટ-કોમેડી શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ પોતાની બીજી સીઝન સાથે ધમાકેદાર વાપસી કરી ચૂક્યો છે. 20 જૂનના રોજ રિલીઝ થયેલા પહેલા જ એપિસોડમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને શરવરી વાઘ પોતાની ફિલ્મ ‘આલ્ફા’ ના પ્રમોશન માટે ગેસ્ટ તરીકે પહોંચ્યા હતા. આ સેલિબ્રિટીઝની હાજરી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની (Indian Trump) હૂબહૂ અને અત્યંત રમુજી મિમિક્રી કરીને સ્ટેન્ડ-અપ કોમેડિયન અવિનાશ અગ્રવાલે (Avinash Agarwal) સંપૂર્ણ મહેફિલ લૂંટી લીધી છે.

પરફેક્ટ સ્કોર મેળવી રાતોરાત બન્યા સ્ટાર

અવિનાશ અગ્રવાલે ટ્રમ્પના(Indian Trump) ગેટઅપ અને અંદાજમાં સ્ટેજ પર એન્ટ્રી કરીને આલિયા ભટ્ટ અને હોસ્ટ સમય રૈના પર એવા જોરદાર પંચ માર્યા કે સમગ્ર હોલ ઠહાકાઓથી ગુંજી ઉઠ્યો હતો. તેની શાનદાર કોમિક ટાઈમિંગથી ખુશ થઈને આલિયા ભટ્ટ, આશિષ સોલંકી, બલરાજ ઘઈ અને સમય રૈનાએ તેને 10 માંથી 10 પરફેક્ટ માર્ક્સ આપ્યા હતા, જ્યારે શરવરીએ 9.5 માર્ક્સ આપ્યા હતા.

જાણો કોણ છે અવિનાશ અગ્રવાલ?(Indian Trump)

અવિનાશ (Indian Trump) રાતોરાત વાયરલ થયા છે પરંતુ તેઓ આ ઇન્ડસ્ટ્રી માટે નવા નથી. તેઓ વર્ષોથી થિયેટર, રાઈટિંગ અને વોઈસ આર્ટિસ્ટ તરીકે એક્ટિવ છે અને દેશભરમાં 200 થી વધુ લાઈવ શો કરી ચૂક્યા છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાની જાતને ‘ઇન્ડિયન ટ્રમ્પ’ લખતા અવિનાશ શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા જેવા સુપરસ્ટાર્સ માટે બ્રાન્ડ સ્ક્રિપ્ટ લખી ચૂક્યા છે. આ સિવાય તેઓ અમેરિકામાં યોજાયેલી પ્રતિષ્ઠિત ‘ટોસ્ટમાસ્ટર્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ’ માં ભારતનું પ્રતિનિધિત્વ કરીને વિશ્વના ટોપ 30 સ્પીકર્સની યાદીમાં સ્થાન મેળવી દેશનું નામ રોશન કરી ચૂક્યા છે.


આ પણ વાંચો:કોમેડી શોમાં યુવકે કહી છોકરી સાથેની ગંદી વાત, હોબાળો વધતાં જ કંપનીએ નોકરીમાંથી હાંકી કાઢ્યો

આ પણ વાંચો:25 વર્ષ પહેલા શાહરૂખ ખાને જે કહ્યું, તે ભવિષ્યમાં જેઠાલાલ માટે સાચું સાબિત થયું, વીડિયો વાયરલ

આ પણ વાંચો:12 કરોડનું બજેટ અને 400 કિલો સોનું, જાણો બોલિવૂડના સૌથી મોંઘા ગીત ‘ઘૂમર’ ની ભવ્યતા