ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે. સતત પડી રહેલા વરસાદનાં કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. ખેડા જિલ્લાની વાત કરીએ તો અહી મહુધામાં માત્ર 10 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. વહેલી પરોઢ થી શરૂ થયેલ વરસાદે સમી સાજે ૪ વાગ્યા સુધી 12 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ચોતરફ પાણી જ પાણી ફરી વળ્યા હતા. મહુધાની ફીણાવ ભાગોળ, ઈન્દીરાનગરી, દુધની ડેરી પાસેનાં વિસ્તારો સહીત અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણથી કેડ સમા પાણી ભરાયા છે. જો કે મેઘરાજાની એન્ટ્રીથી ચોતરફ ઠંડક ફેલાઇ ગઇ હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
વરસાદની આગાહી વચ્ચે યાત્રાધામ ડાકોરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ડાકોર રણછોડજી મંદિર પાસે પાણી ભરાઇ ગયા છે. ઘૂંટણસમા પાણી મંદિરનાં મુખ્ય દરવાજા પાસે ભરાયા છે. હાલમાં ચાલી રહેલા શ્રાવણ માસમાં દર્શનાર્થે આવેલા યાત્રિકો પણ ખૂબ પરેશાન થઇ રહ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
