Banaskantha News : બનાસકાંઠામાં બનાસ નદીમાં યુવક ફસાઈ ગયો છે. ગઈકાલથી આ યુવક અમીરગઢ પાસેની નદીમાં ફસાયો છે. 16 કલાકથી વધુ સમય બાદ પણ તેનું રેસ્કયું કરાયું નથી. બનાસ નદીમાં અચાનક પાણી વધતા આ યુવક ફસાઈ ગયો હતો.
લાચાર યુવક પથ્થરોના સહારે બેસીને મદદની રાહ જોઈ રહ્યો છે. બીજીતરફ ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં સતત પાણી વધી રહ્યું છે. પાણી વધતા યુવકને બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. જેને લઈને હેલિકોપ્ટરની મદદ લઇ યુવકનું રેસ્ક્યુ કરવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદમાં મોડી રાતથી વરસાદી વાતાવરણ,શહેરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ
આ પણ વાંચો:અમદાવાદમાં આપઘાત કરનાર વ્યક્તિ કેહતી હતી આના કરતા મરી જવું સારૂ, બિમારીથી કંટાળ્યા હતા
આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની નંબર પ્લેટ વગરના વાહન અંગે ઝુંબેશ
