Cabinet Meeting/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, બજેટ અને G-20 પર થશે ચર્ચા

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે, આ બેઠકમાં બજેટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે

Top Stories Gujarat
Cabinet meeting
  • ગાંધીનગર: આજે કેબિનેટની બેઠક મળશે
  • સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
  • બેઠકમા બજેટની તૈયારીઓની થશે સમીક્ષા
  • G-20 બેઠકને લઈ થનારી બેઠક પર થશે સમીક્ષા

Cabinet meeting  આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે, આ બેઠકમાં બજેટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે,આ બજેટમાં કેવી રીતે પ્રજાને રાહત આપવામાં આવે તે અંગે મહત્વની ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત જી-20 બેઠકને લઇને પણ સમીક્ષા કરવામાં આવશે.

નોંધનીય છે કે  આ કેબિનેટ બેઠક  સવારે 10 કલાકે  મળશે જેમાં ઈ-સરકાર પ્રોજેક્ટ સંદર્ભે તેમજ બજેટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. બજેટની વિભાગવાર થઈ રહેલી બેઠકની સમીક્ષા પણ થશે.આ ઉપરાત વિધાર્થીઓને ધ્યાનમાં રાખીને પણ રણનીતિ બનાવવા પર ચર્ચા કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને બેંક, ઉદ્યોગો, યુનિવર્સિટી, આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાતે લઇ જવાશે. પ્રેક્ટિકલ શિક્ષણ પર વધારે ભાર આપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ માત્ર થિયરી નહી પરંતુ પ્રેક્ટિકલ અનુભવ પણ કરી શકે.

G-20 બેઠકને લઈ ગુજરાતમાં થનારી બેઠક અંગે સમીક્ષા થશે. આ ઉપરાંત પતંગ મહોત્સવની તૈયારીઓની પણ સમીક્ષા થશે. ઈ સરકાર પ્રોજેક્ટ સંદર્ભે કેબિનેટમા સમિક્ષા થશે તેમજ સરકાર નીતિવિષયક બાબતો પર ચર્ચા થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર હાલ એકશન મોડમાં છે આ પહેલા પણ અનેક  વિષયો પર મહત્વની ચર્ચા થઅ હતી અને અનેક નિર્ણયો લેવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે  ભારતની અધ્યક્ષતામાં G20 બેઠક યોજાવાની છે જેમાં સમિટમાં સમાવેશ થતા તમામ દેશના સભ્યોને ફેબ્રુઆરીમાં ગુજરાતના કચ્છના રણ અને મધ્યપ્રદેશના ખજુરાહોમાં લઈ જવામાં આવશે ત્યાં બેઠકો કરવામાં આવશે. ટુરીઝમ વર્કીંગ ગ્રુપની બેઠક 8થી10 ફેબ્રુઆરી કચ્છ ખાતે જ્યારે કલ્ચર વર્કીંગ ગ્રુપ મીટીંગ 23થી25​ ફેબ્રુઆરીના રોજ ખજુરાહ ખાતે યાજાશે તેમજ શેરપા બેઠક 4થી લઈ 7 ડિસેમ્બર સુધી ઉદયપુરમાં G20ની ભારતની વર્ષભરની અધ્યક્ષતામાં યોજાશે. ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટના અંતિમ દિવસે પીએમ નરેન્દ્ર મોદીએ આવતા વર્ષે ભારતમાં યોજાનારી સમિટની અધ્યક્ષતા સ્વીકારી હતી. પીએમ મોદીએ કહ્યું કે, “અમે અમારા દેશના વિવિધ શહેરો અને રાજ્યોમાં જી-20 બેઠકોનું આયોજન કરીશું. અતિથિઓ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિનો અનુભવ કરશે. વધુમાં તેમણે કહ્યું હતું કે જી-20 પ્લેટફોર્મ પરથી આપણે દુનિયાને શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપવાનો છે. આ સમિટમાં મોટા મોટા નેતાઓએ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી

હુમલો/ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબના ઘર પર હુમલો,સીપીએમના કાર્યકરો પર લાગ્યો આરોપ