સોશિયલ મીડિયામાં કીકી ડાન્સના વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેને લઇને ગુજરાત પોલીસે ટ્વીટ કરી ચાલતી કારે ડાન્સ ન કરવા જણાવ્યુ છે. ગુજરાત પોલીસે ટ્વીટ કરતા જણાવ્યુ છે કે સોશિયલ મીડિયાના વાયરલ થયેલા વીડિયોના પગલે ચાલતી કારે ડાન્સ કરવાનો અખતરો કરવો નહી. ઉલ્લેખનિય છે કે કેનેડિયન રેપર ડ્રેકનું ગીત `કીકી ડુ યુ લવ મી’ હાલ દરેક જગ્યાએ ધૂમ મચાવી રહ્યું છે. જેને પગલે કાર ચાલકો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી રહ્યા છે.
કીકી ચેલેન્જથી બચવા ગુજરાત પોલીસે ટ્વીટ દ્વારા સલાહ આપી છે.ચાલુ કારે ડાન્સ કરવાની કીકી ચેલેન્જ અપાય છે. ત્યારબાદ ડાન્સ કરનારનો વીડિયો બનાવી વાયરલ કરાય છે. કારમાં સવાર અન્ય વ્યક્તિ ડાન્સનો વીડિયો બનાવે છે. કીકી ડુ યુ લવમી ગીતના આધારે ચેલેન્જ અપાય છે.

કેનેડિયન રેપર ડ્રેકનું ગીત `કીકી ડુ યુ લવ મી’ હાલ દરેક જગ્યાએ ધૂમ મચાવી રહ્યું છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં લોકો ડાન્સ કરતા વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે. ત્યારે ગુજરાત પોલીસે પણ લોકોને ટ્વીટ કરીને વિનંતી કરી છે કે,કીકી ચેલેન્જથી લોકો દૂર રહે. કદાચ આ ચેલેન્જ તમને હોસ્પિલની પથારીએ પહોંચાડી શકે છે.
શું છે કીકી ચેલેન્જ?
આ ચેલેન્જમાં વ્યક્તિએ પોતાની કાર નીચે કૂદીને ડાન્સ કરવાનો હોય છે. વ્યક્તિ જ્યારે ડાન્સ કરી રહ્યો હોય ત્યારે તેની ગાડી કોઈ વ્યક્તિ ધીમી ગતિએ ચલાવતો રહે છે. તેમજ ડાન્સ કરી રહેલા વ્યક્તિનો વીડિયો શૂટ કરવામાં આવે છે.
આ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને અન્ય લોકોને આવું કરવાની ચેલેન્જ આપવામાં આવે છે.વીડિયો શૂટ કરવામાં આવે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને અન્ય લોકોને આવું કરવાની ચેલેન્જ આપવામાં આવે છે.
