અમદાવાદ: અમદાવાદમાં પિતાને પુત્રીને મોબાઇલ રમવા માટે આપવો ભારે પડી ગયો છે. તેની પુત્રીએ Husband-Infidelity મોબાઇલ ગેમ રમવા હાથમાં લીધા પછી તેમા તેના અન્ય સ્ત્રીઓ સાથેના અશ્લીલ ફોટા નજરે પડતા તેણે માને જાણ કરી હતી. તેના પગલે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
શિક્ષિકા પત્નીને તેના શિક્ષક પતિના આ કાંડની જાણ થતા તેમણે પતિને પૂછપરછ કરી હતી, જેથી ઉશ્કેરાયેલા પતિએ તેમની પત્ની સાથે મારામારી કરી હતી. આ સાથે જ તેમની દીકરીએ પિતાનો મોબાઈલ ચેક કરતા અન્ય સ્ત્રીઓના બિભત્સ ફોટા પણ મળી આવ્યા હતા. આથી ઉશ્કેરાયેલા પતિએ દીકરી અને પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આ મામલે પત્નીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
આનંદનગર વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલા શિક્ષિકા Husband-Infidelity તરીકે નોકરી કરે છે. મહિલાના લગ્ન વર્ષ 2010માં થયા હતા. તેમનો પતિ પણ શિક્ષક છે અને બન્ને એક જ શાળામાં નોકરી કરે છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, બન્નેના લગ્ન બાદ પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની પત્નીને જાણ થઈ હતી. જેથી આ પહેલા એક વખત મહિલાએ પતિને આ મામલે પૂછપરછ કરી તો પતિએ ઝઘડો કરીને મારઝુડ કરવા લાગ્યો હતો. જોકે તે સમયે પણ મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી, પરંતુ સમાધાન થતા મહિલા તેની દીકરી સાથે પતિના ઘરે પરત રહેવા ચાલી આવી હતી.
આ ઘટના બાદ પણ પતિના અન્ય સ્ત્રી Husband-Infidelity સાથેના આડા સંબંધો બંધ થયા નહોતા. એ ત્યારે ખબર પડી જ્યારે, થોડા દિવસ પહેલા પુત્રી તેના પિતાનો ફોન લઈને ફોટા જોતી હતી, જેમાં અન્ય સ્ત્રીઓના બિભત્સ ફોટા મળી આવ્યા હતા. જેથી દીકરીએ માતાને આ બાબતની જાણ કરતા પતિ પત્ની વચ્ચે ફરી ઝઘડો થયો હતો અને પતિએ પત્ની તથા પુત્રીને માર માર્યો હતો. એટલું જ નહીં મહિલાનું ગળું પણ દબાવ્યું હોવાની વાત ફરિયાદીએ જણાવ્યું હતું. જોકે તે સમયે મહિલાએ પ્રતિકાર કરતા તેના પતિએ ગળું છોડી દીધું હતું.
મહિલાનો પતિ વારંવાર તેને માર મારીને જાનથી Husband-Infidelity મારી નાંખવાની ધમકી આપતો હતો. શુક્રવારે રાત્રિના સમયે કોઇ કારણ વગર ગુસ્સે થઈને મહિલાના પતિએ બીભત્સ ગાળો બોલી માર મારવા લાગ્યો હતો અને ઘરમાં સામાન તોડીને કહેવા લાગેલ કે, તું અહીંથી જતી રહે હું તને રાખવાનો નથી. તેમ કહીને રૂમનો દરવાજો બંધ કરી દેતા મહિલા આખી રાત તેની દીકરી સાથે ફ્લેટના પાર્કિંગમાં બેસી રહી હતી.
આ પણ વાંચોઃ North India-Heavyrain/ ઉત્તર ભારતમાં વરસાદ બન્યો આકાશી આફતઃ દિલ્હીમાં પૂરનું જોખમ
આ પણ વાંચોઃ Fraud/ પત્નીના પૈસાથી અભ્યાસ કર્યો, અધિકારી બનતા જ બીજા લગ્ન કરી લીધા
આ પણ વાંચોઃ Building Collapse/ અમદાવાદના મીઠાખળીમાં જૂનું મકાન ધરાશાયી થતાં પાંચ દટાયા, એકનું મોત
આ પણ વાંચોઃ India-Heavyrain/ હિમાચલ પ્રદેશમાં વરસાદ, ભૂસ્ખલનથી 11 લોકોનાં મોત, ઉત્તર ભારત પૂરગ્રસ્ત
આ પણ વાંચોઃ Ambalal Forcecast/ ગુજરાત પર આગામી 36 કલાક ભારેઃ અંબાલાલ
