સંજય મહંત,સુરત@મંતવ્ય ન્યૂઝ
સુરત શહેર જિલ્લામાં તાજેતરમાં આવેલું વિનાશક વાવાઝોડાએ ખેતી તેમજ બાગાયતી પાકોને નુકસાન કરવા સાથે આફતરૂપ બનતા શાકભાજીના ઉત્પાદનને સીધી તેમજ આડકતરી રીતે અસર પડી છે. ગરમીની મોસમમાં જગતના તાતની ઘટતી આવકની સાથે વાવાઝોડાએ વિના શ્વેતા સુરત શહેરમાં શાકભાજીના ભાવોમાં ભારે ભડકો થયો છે.પરિણામે ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા ને ભરણપોષણના બે છેડા ભેગા કરવા દોહલા થઇ પડ્યા છે.

ગુજરાતની આર્થિક નગરી સુરતમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો છેલ્લા દોઢ વર્ષ જેટલા સમયગાળાથી વૈશ્વિક મહામારી કોરોના થી ભારે પ્રભાવિત થવા સાથે કામ ધંધા ઓ, નોકરીઓમાં અસર થતા અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.ઉદ્યોગ ધંર્ધાઅોને પણ ભારે અસર થતાં લોકો પાસે આજીવિકાના માધ્યમો બરાબર રહ્યા નથી.એવા સમયે પરિવારોનું ભરણ પોષણ કેવી રીતે કરવું એ લોકો માટે યક્ષ પ્રશ્ન સાબિત થયો છે.બાકી રહી જતું હતું તે અધૂરામાં પુરૂ દેશમાં રાતોરાત વધતી જતી મોંઘવારી પેટ્રોલ- ડીઝલ. ખાદ્યતેલ. કરિયાણું. રાંધણ ગેસ ની તો વાત જ થાય તેમ નથી કુદરતની આટલી કસોટી લોકો માટે ઓછી હોય તેમ તાજેતરમાં એક અણધારી કુદરતી આફત તાઉ-તે વાવાઝોડા રૂપે ત્રાટકી હતી.

સુરત શહેર-જિલ્લા ને બરાબર ધમરોળી રાખી દેનારી આ કુદરતી આફત એ હવે સામાન્ય માનવી માટે મુશ્કેલી છોડીને ગઇ છે. પ્રતિ વર્ષ શહેરમાં ઉનાળાના સમયગાળા દરમિયાન શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતો હોય છે,કારણકે ઉનાળુ શાકભાજી માટે પિયતની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થતાં મોટાભાગના ખેડૂતો ચોમાસાના ખરીફ પાકોના વાવેતર માટે જમીનને ખેડીને આવનારી સિઝન માટે તૈયારીમાં લાગી પડતા હોય છે.આથી ઉનાળુ શાકભાજીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. અને આવા જ સમયે ઉનાળાના મધ્ય ગાળામાં વાવાઝોડું ત્રાટક્યું,પરિણામે જિલ્લામાંર્ રહી સહી શાકભાજીની ફસલ પણ આ વાવાઝોડામાં ઘણી ખરી બરબાદ થઇ ગઇ છે. સૂત્રોના કહેવા મુજબ જીલ્લામાં ઉનાળુ શાકભાજીની માત્ર ૧૦ થી ૧૫ ટકા ફસલ બચી છે આથી હાલમાં ગૃહિણી ઓનું બજેટ ખોરવાઇ ગયું છે.

એક અઠવાડિયામાં શાકભાજીના ભાવ ડબલ થઈ ગયા
શાકભાજી પ્રતિકિલો જુનો ભાવ પ્રતિ કિલો નવો ભાવ
કારેલા ૪૫ ૬૦
તુરીયા ૭૦ ૧૨૦
ગલકા ૨૫ ૪૦
કોબીજ ૧૫ ૪૦
ચોળી ૬૦ ૧૦૦
ફ્લાવર ૬૦ ૧૦૦
ગુવાર ૫૦ ૮૦
સરગવો ૨૦ ૮૦
ટામેટા ૨૦ ૨૫
લીલા વટાણા ૮૦ ૧૨૦
ગાજર ૨૫ ૪૦
મરચા ૪૦ ૬૦
જિલ્લાના મોટાભાગના ગામડાઓ શાકભાજીની માંગ પુરી કરે છે
જિલ્લાના આધારભૂત સૂત્રો મુજબ સુરત જિલ્લાના નવે નવ તાલુકામાંર્ખેડૂતો શાકભાજીનું વાવેતર કરે છે. એમાં દરિયાકાંઠાના અોલપાડ અને ચોયાસી તાલુકામાં સૌથી વધુ વાવેતર થાય છે. ઓલપાડના અમરોલી, મંદરોઈ, અસનાદ, દેલાસા, સોંદલાખારા, કદરામા તેમજ ચોયાસીના, કુંભારીયા, વરીયાવ, ભેસાણ, મલગામા, રાજગરી, પરવટ સહિતના ગામોમાંર્ શાકભાજનું વાવેતર થાય છે, એટલે કે જિલ્લાના મહત્તમ ગામડાઅો માંથી શહેરમાં શાકભાજી આવે છે પરિણામે શાકભાજીની અછત સર્જાતી નથી. પરંતુ તાઉ-તે વાવાઝોડું ફુંકાતા ખેડૂતોનો શાકભાજીનો પાક નષ્ટ થઈ ગયો છે.

