Not Set/ બનાસકાંઠા/ વાવમાં ભૂકંપનો આંચકો, તિવ્રતા મામુલી પણ વધતા જતા આંચકાથી ફફડાટ

ભૂકંપ જેમ જેમ 26 જાન્યુઆરી નજીક આવતી જાય છે તેમ તેમ લોકોની 26 જાન્યુઆરી 2001ની સ્મૃતિ પણ તાજી થતી જાય છે અને તેવામાં ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં આવી રહેલા ભૂકંપનાં આંચકાને કારણે ભય અને ફફડાટ પણ જોવામાં આવી રહ્યો છે. આ ફફડાટમાં વધારો ત્યારે જોવામાં આવ્યો જ્યારે ઉત્તર ગુજરાતની ઘરતી પણ ધ્રુજી હતી. […]

Gujarat Others

ભૂકંપ જેમ જેમ 26 જાન્યુઆરી નજીક આવતી જાય છે તેમ તેમ લોકોની 26 જાન્યુઆરી 2001ની સ્મૃતિ પણ તાજી થતી જાય છે અને તેવામાં ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં આવી રહેલા ભૂકંપનાં આંચકાને કારણે ભય અને ફફડાટ પણ જોવામાં આવી રહ્યો છે. આ ફફડાટમાં વધારો ત્યારે જોવામાં આવ્યો જ્યારે ઉત્તર ગુજરાતની ઘરતી પણ ધ્રુજી હતી.

જી હા બનાસકાંઠાનાં વાવમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.વાવથી 48 કિમી દૂર નેનાવા ગામે આ આંચકાનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવી રહ્યું છે.  ગુજરાતનાં સરહદી વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો તેની 2.1ની તિવ્રતાનો હોવાનાં કારણે કોઇ ખાનખરાબી તો નોંધવામાં આવી નથી. પરંતુ ભૂકંપનાં આંચકાની વધતી જતી સંખ્યા અને ગુજરાતમાં ભૂતકાળમાં આવેલા ભૂકંપની પેટર્નને કારણે લોકો ભયભીત જોવામાં આવી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે પાછલા ઘણા દિવસોથી ગુજરાતમાં નવસારી, વાલસાડ, ઉકાઇ, ગીર-સોમનાથ, ગીરનાં જંગલોનાં કાંઠનાં ગામો, જામનગર, ભાવનગર અને કચ્છ સહિતનાં અનેક સ્થળોએ ભૂકંપન નોંધવામાં આવ્યું હતું. સૌથી વધુ આંચકા જામનગર જીલ્લામાં નોંધવામાં આવ્યા છે. તો કચ્છ અને ભાવનગર જીલ્લામાં પણ આંચકા  નોંધપાત્ર પ્રમાણમાં જોવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.