Jamnagar News/ કાલાવડ તાલુકાના ધોળે દહાડે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, LCBને મળી મોટી સફળતા

ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાબતે બંને આરોપીઓની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.

Gujarat

Jamnagar News: જામનગર તાલુકાના નાનીવાવડી ગામમાં એક ખેડૂતના મકાનમાં ધોડે દહાડે ચોરી થઈ હતી અને માત્ર એક કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરો રૂપિયા સાડા સાત લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીનો ભેદ ઉકેલવામાં એલ.સી.બી.ની ટીમને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ રૂપિયા 21.76 લાખની માલમતા કબજે કરી છે, જ્યારે એક મહિલા આરોપીની શોધ ખોળ હાથ કરી છે.

કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે રહેતા મનસુખભાઇ પરસોતમભાઇ સાંઘાણીના રહેણાક મકાનના ગત સપ્તાહે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ કોઇ પણ હથિયાર વડે મુખ્ય દરવાજા તથા ઓસરીની ગ્રીલ તોડી રૂમના નકુચાઓ તોડી, કબાટમાથી સોના,ચાંદીના દાગીના રોકડ રૂપીયા ની ચોરીનો બનાવ બનવા પામેલ હતો.જેથી સદરહુ ગુનો શોધી કાઢવા એલ.સી.બી.ટીમ સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગકરી, વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતાદરમ્‍યાન એલ.સી.બી. ના પી.આઈ. વી. એમ. લગારિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ના અરજણભાઇ કોડીયાતર, મયુદિનભાઇ સૈયદ,ધર્મેન્દ્રસિંહ જાડેજાને પેટ્રોલીંગ,દરમ્યાન સંયુકત રીતે બાતમીદારોથી બાતમી મળી હતી.

નાની વાવડીમા ગામમા ઘરફોડ ચોરી કરવામા જીવણભાઇ અમરશીભાઈ વાઘેલા અને લાખાભાઈ વિનુભાઈ વાઘેલા (રહે.ધ્રોલ ટાઉન,લતિપુર રોડ દેવીપુજક વાસ) બન્નેએ અન્ય આરોપીઓ સાથે મળી ઘરફોડ ચોરીને અંજામ આપેલો છે.જે બન્ને ઇસમો તેમના હસ્તકની સ્પ્લેન્ડર મો.સા નંબર જીજે-૧૦ડીપી-૨૪૪૯ તથા જીજે-૧૦ઇએ-૬૭૭૧ મા બેસીને ચોરીના દાગીના વેચવા માટે જામનગર આવી રહ્યાં છે.

તેવી હકીકત આધારે બન્નેને મહાપ્રભુજીની બેઠક પાસેથી પકડી પાડી કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનને સોપી આપ્યા છે.તેઓ પાસેથી સોના દાગીના 324 ગ્રામ 350 મીલી ગ્રામ કિ.રૂ 1990500, ચાંદીના દાગીના 366 ગ્રામ કિ.રૂ 19000, રોકડ રૂપીયા 82000, મોબાઇલ ફોન-1 કિ.રૂ 5000 સહિત કુલ 21.76 લાખની માલમતા કબજે કરી લેવામાં આવી છે.ઉપરાંત ચોરી ના ગુનામા વાપરેલાં હથિયારો ડીસમીસ, ગણેશીયો,પકડ, તેમજ બે મોટરસાયકલ પણ કબજે કરી લેવામાં આવ્યા છે. ભિક્ષાવૃત્તિ કરવાના વેશમાં ગામમાં પ્રવેશીને રેકી કર્યા પછી ચોરીને અંજામ આપતા હતા.

પોલીસે પકડી પાડેલા બંને તસ્કરો અન્ય એક મહિલા રમાબેન વાઘેલાને સાથે રાખીને ભિક્ષાવૃત્તિ કરવાના બહાને ગામમાં પ્રવેશતા હતા, અને રેકી કરી લીધા બાદ બંધ મકાનને નિશાન બનાવી લઈ ચોરી કરતા હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું છે. આથી પોલીસે તેની અન્ય એક મહિલા સાગરીત ધ્રોલના દેવીપુજક વાસમાં રહેતી રમાબેન રાજુભાઈ વાઘેલાને ફરારી જાહેર કરી તેણીની શોધખોળ હાથ ધરી છે. તેઓએ જામનગર જિલ્લામાં અન્ય કેટલાક ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાબતે બંને આરોપીઓની વધુ પૂછપરછ ચલાવાઇ રહી છે.

@સાગર સંઘાણી


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો:ટ્રેક્ટર ચોરીની શંકામાં રીક્ષામાં બેસાડી લઈ ગયા યુવકને, તાલિબાની સજા આપતા નિપજ્યું મોત

આ પણ વાંચો:પુષ્પા ફેમ ચંદનની ચોરી, પાટણમાં આંધપ્રદેશથી પંહોચ્યુ રક્ત ચંદન, ગોડાઉનમાંથી ઝડપ્યા 150 ટુકડા

આ પણ વાંચો:જામનગરના કાલાવડના નાનીવાવડી ગામના ખેડૂતના મકાનમાં ધોળે દહાડે ચોરી થયાની ઘટના બનતાં ભારે ચકચાર