Patan News: ગુજરાતના પાટણમાં રક્ત ચંદનનો જથ્થો મળી આવ્યો. પાટણમાં મળી આવેલ રક્ત ચંદન આંધ્રપ્રદેશથી ફિલ્મી સ્ટાઈલમાં આવ્યું હોવાનું મનાય છે. આંધ્રપ્રદેશથી પાટણના એક ગોડાઉનમાં રક્તચંદનનો જથ્થો છુપાડવામાં આવ્યો હતો. જો કે આંધ્રપ્રદેશની પોલીસ પણ ફિલ્મો જુએ છે. અને પોલીસને બાતમી મળી હતી કે ગુજરાતના પાટણમાં રક્ત ચંદનનો સારો એવો જથ્થો ગોડાઉનમાં સંતાડવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશની પોલીસે પાટણ પોલીસની મદદ લઈ દરોડા પાડ્યા.
પોલીસની મળી બાતમી
બંને રાજ્યની પોલીસ મળેલ બાતમીના આધારે શંકાસ્પદ એવા હાજીપુરના એક શ્રેય વીલાના ગોડાઉન પર પંહોચી. અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું જેમાં ગોડાઉન નંબર 70માંથી 15દ જેટલા રક્ત ચંદનનો જથ્થો મળી આવ્યો.
કરોડોની કિમંતનું ચંદન
પાટણના ગોડાઉનમાંથી મળી આવેલ અંદાજે કરોડોની કિમંતના રક્ત ચંદનની ચોરી પુષ્પા ફિલ્મ ફેમ મુજબ થઈ હોવાનું માનવામાં આવે છે. તાજેતરમાં જ અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 રિલિઝ થઈ છે. આ ફિલ્મમાં પુષ્પરાજ બનેલ અલ્લુ અર્જુન લાલચંદનની ચોરી દાણચોરી કરે છે. આંધ્રપ્રદેશની પોલીસ કરોડોના રક્ત ચંદનના ચોરીની તપાસ કરી રહી હતી. અને આ તપાસના તાર ગુજરાતના પાટણ પંહોચ્યા. પાટણના ગોડાઉનમાંથી ચંદનનો જથ્થો પકડાયો. દરોડામાં પકડાયેલ આરોપીએ કબૂલાત કરી કે તેણે આંધ્રપ્રદેશથી પાટણ સુધી રક્ત ચંદનની ચોરી કર્યા બાદ વેચાણ કર્યું. હાલમાં આંધ્રપ્રદેશની પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.