કોરોના વાયરસના કાળમાં અનેક લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે અને જેનાથી લોકો આપઘાત કરી રહ્યા છે , ત્યારે આ સંકટના સમયમાં વધુ એક આપઘાતનો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં એક મેથ્સના કોચિંગ ક્લાસ ટીચર પાર્થ ટાંકે ઝંપલાવીને આપઘાત કર્યો છે.
મળતા અહેવાલ મુજબ, અમદાવાદમાં વિશાલા સર્કલ પાસેની હાઈરાઈઝ્ડ બિલ્ડીંગના 14મા માળેથી ટીચર પાર્થ ટાંકે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. જો કે તેઓના આપઘાત કરવાનું કારણ જાણી શકાયું નથી.
મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, પાર્થ ટાંક આજે સવારે વિશાલા પાસે આવેલા જીમમાં ગયા હતા. જે બાદ તેમણે બિલ્ડીંગના 14મા માળેથી છલાંગ લગાવીને આપઘાત કરી લીધો છે. હજી જીવન ટૂંકાવવા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મહત્વનું છે કે, તેઓ ધરણીધર વિસ્તાર ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ મેથ્યના કોચિંગ ક્લાસ ચલાવતા હતા. હાલમાં પોલીસે સીસીટીવી અને બિલ્ડીંગના અન્ય લોકો સાથે પૂછપરછ કરી રહી છે અને હાલ પોલીસ વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે.
આ પણ વાંચો :અમે એક-બીજા વિના નથી જીવી શકતા કહી પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત
આ પણ વાંચો : જામીન પુરા થતા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમાં કેદ
આ પણ વાંચો : નાની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, નોંધાઈ FIR
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
