@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ
ગુજરાતનાં પાટનગરમાં રોમિયોગીરી કરતો એક શખ્સ પોલીસની પકડમાં આવ્યો છે. જણાવી દઇએ કે, ગાંધીનગરમાં યુવતીઓને પરેશાન કરતાં રોમિયોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસને આ રોમિયો વિશે બાતમી મળી હતી, જે બાદ પોલીસની ટીમે ટ્રેપ ગોઠવી શખ્સને પકડી પાડ્યો હતો.

દુનિયાની વધશે ચિંતા / ઈઝરાયલે ગાઝા પર એકવાર ફરી કરી એર સ્ટ્રાઇક, સીઝ ફાયર કરારનું કર્યુ ઉલ્લંઘન
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી નંબર પ્લેટ વગરની સફેદ કાર લઈને એક શખ્સ યુવતીઓને હેરાન કરતો હોવાની ફરિયાદ સામે આવી હતી. જેમાં અવાર-નવાર મળેલી ફરિયાદનાં આધારે ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી યુવતીઓને પરેશાન કરી અશ્લિલ હરકત કરતા રોમિયોને પકડવા ખાસ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. મહિલા પોલીસને ટ્રેપનાં સ્થળ પર ઉભી રાખતા થોડા જ સમયમાં નંબર પ્લેટ વગરની કાર લઇને આ શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો. અને યુવતીની સામે પોતાના ટીશર્ટ અને પેન્ટ કાઢી અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો.

ગમખ્વાર અકસ્માત / આણંદ જિલ્લાના તારાપુરહાઈવે પર અકસ્માત, ઈકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા 10 લોકોના મોત થયા
આ સમગ્ર ઘટના જોયા બાદ પોલીસે તાત્કાલિક આ શખ્સને ઝડપી પાડયો હતો અને તેને જેલનાં સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. માનસિક રીતે વિકૃત આરોપીને ઝડપી લીધા બાદ રોડ પર ચાલતી જતી અનેક યુવતીઓને આ આરોપી પરેશાન કરતો હોવાની ફરિયાદો સામે આવી છે. જેથી પોલીસે આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.

