મંજૂરી/ કેન્દ્રીય કેબિનેટે National Medical Devices Policyને આપી મંજૂરી,જાણો સમગ્ર વિગત

કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય તબીબી ઉપકરણ નીતિને મંજૂરી આપી છે, કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી

Top Stories India
8 3 કેન્દ્રીય કેબિનેટે National Medical Devices Policyને આપી મંજૂરી,જાણો સમગ્ર વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે (26 એપ્રિલ) કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય કેબિનેટે રાષ્ટ્રીય તબીબી ઉપકરણ નીતિને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદમાં આ માહિતી આપવામાં આવી હતી. જેમાં 157 નર્સિંગ કોલેજો ખોલવાનો નિર્ણય લેવાયો હોવાનું પણ જણાવાયું હતું. આ સાથે MBBS માટે 1 લાખ 6 હજાર બેઠકો રાખવામાં આવી છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે કેબિનેટ તબીબી ઉપકરણો ક્ષેત્ર માટેની નીતિને મંજૂરી આપીને આગામી પાંચ વર્ષમાં તબીબી ઉપકરણોના ક્ષેત્રને $11 અબજથી $50 અબજ સુધી વધારવામાં મદદ કરશે તેવી અપેક્ષા છે. તેમણે વધુમાં કહ્યું કે, “સરકાર હવે તબીબી ઉપકરણો બનાવવાના ક્ષેત્રમાં કામ કરી રહી છે, આ અંગે એક નીતિ બનાવવામાં આવી છે.

હાલમાં 60 થી 70 ટકા આયાત થાય છે, તે ઘટાડવી પડશે. સરકાર આગામી 25 વર્ષમાં દેશને મેડિકલ ડિવાઇસ સેક્ટરમાં અગ્રેસર બનાવવાની યોજના ધરાવે છે. આ સાથે, કેબિનેટે હાલની મેડિકલ કોલેજો સાથે સહ-સ્થાન પર રૂ. 1570 કરોડના ખર્ચે 157 નવી નર્સિંગ કોલેજોની સ્થાપનાને મંજૂરી આપી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું, “દેશ અને વિશ્વમાં BSC નર્સિંગની માંગ ઘણી વધારે છે. તેનાથી દેશ અને દુનિયાની જરૂરિયાતો પૂરી થશે.

વિશ્વભરના દેશોમાં હજારો ભારતીય નર્સો છે. 40 ટકા નર્સિંગ કોલેજો માત્ર 4 રાજ્યોમાં છે. અત્યાર સુધી બિહારમાં 12 (2 સરકારી અને 10 ખાનગી) નર્સિંગ કોલેજો હતી, પરંતુ હવે 8 વધુ કોલેજો મળશે. પ્રેસ બ્રીફિંગમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં જેટલી મેડિકલ કોલેજો છે, એટલી જ નર્સિંગ કોલેજો પણ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે આજે દેશમાં 157 નવી સરકારી નર્સિંગ કોલેજો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં મેડિકલ કોલેજ છે, ત્યાં 10 કરોડના ખર્ચે નર્સિંગ કોલેજ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે દેશમાં મેડિકલ ઉપકરણોની માંગ વધી છે. આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મેડિકલ ડિવાઇસ પોલિસી 2023 તૈયાર કરવામાં આવી છે.