@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
એસટીની બસોમાં મહિલા કંડકટરને ફરજ સોપવાનો એક નવો જ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આ કામમાં જોડાયેલી મહિલા કંડકટરોના કારણે હાલ એસટી બસોમાં મુશ્કેલી અને મુસાફરો પર તેની શું અસર થઇ છે તે જાણવા માટે પ્રયાસ કરાયો હતો. જેમાં બસ કંડકટરથી લઇ મુસાફરો સાથે સ્ટાફનાં લોકોનાં અનુભવોથી ઝાલાવાડમાં મહિલા કંડકટરો સાથે સાથે એસટી બસોમાં પણ શિસ્તની સવારી બહાર આવી છે.હાલ સુરેન્દ્રનગર ડેપોમાં-25, ચોટીલામાં -12, ધ્રાંગધ્રામાં 10 અને લીંબડી ડેપોમાં -8 મહિલા કંડકટર મુસાફરોના આદર અને સારા સહકાર સાથે પોતાની કામગીરી ઉત્સાહ ભેર નિભાવી રહી છે.
એસટી તંત્ર દ્વારા મહિલા કંડકટરોની અંદાજે 2016માં ભરતી કરાતા સુરેન્દ્રનગર ડેપમાં-25, ચોટીલામાં -12, ધ્રાંગધ્રામાં 10 અને લીંબડી ડેપોમાં -8 મહિલા કંડકટરને ફરજ સોંપવામાં આવી હતી. પરંતુ વતનના લાભ સાથે કેટલીક મહિલા કંડકટરો પોતાના વતનમાં ફરજ બજાવી રહી છે. ત્યારે હાલમાં જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં -5, લીંબડી-4, ધ્રાંગધ્રા -3 તેમજ ચોટીલા ડેપોમાં 4 સહિત કુલ 16 જેટલી મહિલા કંડકટરો ફરજ બજાવી રહી છે. પડકારજનક કામગીરીમાં તેમને કેવા અનુભવો થયા તે જાણવા માટે પ્રયાસ કરાયો હતો.
જિલ્લામાં એસટી બસોમાં મહિલા કંડકટરો આવવથી શિસ્તતાની સવારી લાવી છે તેવો સૂર મુસાફરોમાં ઉઠ્યો હતો. સુરેન્દ્રનગર ડેપોમાં લલીતાબેન ડામોર, શહેનાઝબેન, આર.વી.બેલીમ સહિત પાંચ મહિલા કંડકટરો ફરજ બજાવે છે. ત્યારે આ મહિલા કર્મીઓએ જણાવ્યું કે, એસટી બસમાં જે નાનાથી લઇને મોટેરા સુધીના મુસાફરો આવે છે તે અમારો હરતો ફરતો પરિવાર છે. અને આ લોકો જાણે અમે તેમની દિકરીઓ છીએ તેવો સાથ આપી રહ્યા છે. અને ડેપોના તમામ કર્મીઓ પણ અમને સારૂ માર્ગદર્શન પુરૂ પાડી રહ્યા છે. અને સરકારનાં આ મહિલા કંડકટરનાં પ્રયોગથી ખરા અર્થમાં અમને નવી ફરજની દિશા મળી છે.
આ પણ વાંચો :અમદાવાદમાં કોચિંગ ક્લાસના શિક્ષકે 14માં માળેથી લગાવી મોતની છલાંગ
આ પણ વાંચો :અમે એક-બીજા વિના નથી જીવી શકતા કહી પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત
આ પણ વાંચો : જામીન પુરા થતા દુષ્કર્મના આરોપી નારાયણ સાંઇ ફરી લાજપોર જેલમાં કેદ
આ પણ વાંચો : નાની બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપી નરાધમે આચર્યું દુષ્કર્મ, નોંધાઈ FIR
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
