Gandhinagar News : ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1માં મહિલાએ ઝેર ગટગટાવતા ચકચાર મચી છે. બાદમાં મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં આ મહિલા અનાજના પ્રશ્નને લઇ રજૂઆત કરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.જેમાં અંકલેશ્વર ખાતે રહેતી મહિલા પતિ સાથે સચિવાલય આવી હોવાનું જાણવા મળ્યું છે.
