Rajkot News/ સત્યનારાયણની કથા બંધ કરાવવાનો મામલો, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા-હેમાંગ રાવલ સામસામે

આ સમગ્ર ઘટનાને લઇ કોંગ્રેસ અગ્રણી હેમાંગ રાવલે જયંત પંડ્યા સામે વિરોધ નોંધાવ્યો હતો

Top Stories Gujarat Rajkot

Rajkot News : તાજેતરમાં રાજકોટના પારડી ગામે આવેલ PGVCL કચેરીમાં સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યારે આ કથાને લઇ થયેલ વિવાદે મોટુંરૂપ ધારણ કર્યું છે. જેમાં કચેરીમાં ચાલી રહેલ કથાને વિજ્ઞાન જાથાના ચેરમેને અડધેથી બંધ કરાવી હતી. જયંત પંડ્યાએ કથા બંધ કરાવી દેતા વિવાદ વકર્યો હતો.ત્યારે આ સમગ્ર ઘટનાને લઇ કોંગ્રેસ અગ્રણી હેમાંગ રાવલે જયંત પંડ્યા સામે વિરોધ નોંધાવ્યો હતો. જેમાંમ બંને વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. જેમાં જયંત પંડ્યાએ કહ્યું હતુ કે લોકોના પ્રશ્નો હલ કરવાને બદલે કથા થઈ રહી છે. PGVCL કચેરીમાં લોકોના કામ થાય એ કથા કરવી બરાબર છે.

આ ઉપરાંત કચેરીમાં કથાવાચક જયંત પંડ્યાને વિનવણી કરતા જોવા મળ્યા હતા.સમગ્ર ઘટનાને લઇ વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે સરકારી કચેરીમાં કોઈ વ્યક્તિ આવુ ધાર્મિક આયોજન કરી ન શકે. આ લોકશાહીની સ્વતંત્રતાનો ભંગ થાય છે. સરકારી કચેરીમાં પ્રશ્નો ઉકેલવાના બદલે મંદિર જેવુ વાતારણ કરે છે. જેના કારણે લોકોના કામકાજ અટકે છે.ત્યારે આ વિવાદમાં કોંગ્રેસ નેતા બ્રહ્મસમાજ આગેવાન હેમાંગ રાવલે વિરોધ નોંધાવ્યો હતો. અને જણાવ્યુ હતુ કે જયંત પંડ્યા વિજ્ઞાન જાથાના નામે ધર્મ અને આસ્થાને પડકારી રહ્યો છે. ધાર્મિક આસ્થા પર વાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

જયંત પંડ્યા દ્વારા સનાતન ધર્મમાં રહેલા વિધિવિધાનોનો હંમેશા વિરોધ કરવામાં આવે છે. સનાતન ધર્મોની આસ્થાને ઠેસ પહોચાડવાનો મોકો આ વિજ્ઞાન જાથા છોડતુ નથી. જયંત પંડ્યાને નાણાકીય ઉચાપતના કેસમાં કોર્ટે 7 વર્ષની સજા પણ આપેલી હોવાનું વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઈઝેશનના ચેરમેને જણાવ્યું હતું.સરકારી કચેરીમાં સત્યનારાયણની કથા મુદ્દે પ્રફૂલ પાનસેરિયાએ ટ્વીટ કર્યું હતુ. જેમાં વિજ્ઞાન જાથાએ કરેલા વિરોધને શિક્ષણ રાજ્યમંત્રીએ નકાર્યો હતો. પ્રફૂલ પાનસેરિયાએ જણાવ્યું હતુ કે હું પણ સત્યનારાયણની કથા કરું છું! આ કથા અને પૂજા આપણા માનસિક અને આધ્યાત્મિક શાંતિ માટે મહત્વપૂર્ણ છે, જે અંધશ્રદ્ધાનો વિષય નથી. આ ભવ્ય વારસાને જીવંત રાખવા વાર-તહેવારે દરેક ઘરે સત્યનારાયણની કથા અવશ્ય કરવી જોઈએ. આ આપણી સદીઓ પુરાની પૂજા-અર્ચનાની પૂજા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ રોડ શોમાં પીએમ મોદી-સાંચેઝે વિકલાંગ વિદ્યાર્થીને મળવા માટે કાફલાને રોક્યો

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યુ

આ પણ વાંચોઃ વડોદરામાં પીએમ મોદી અને સ્પેનના પ્રેસિડેન્ટનો રોડ શો