Not Set/ હવે તો હું આર્મીમાં પણ જોડાઇ શકું છું : આલિયા ભટ્ટ

મુંબઈ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાની બોલીવુડ કારકિર્દીની શરુઆત કરનાર અભિનેત્રી આલિયા ભટ્ટ અત્યારે પોતાની આગામી ફિલ્મ રાઝીને લઈ ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ11 મેના રોજ રીલીઝ થવાની છે. કાશ્મીરની પૃષ્ઠભૂમિ પર બનેલ આ ફિલ્મમાં આલિયા ભટ્ટના પાત્રની અત્યારથી જ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ફિલ્મના ટ્રેલરે પહેલાથી જ દર્શકોમાં ભારે આતુરતા […]

Entertainment
op હવે તો હું આર્મીમાં પણ જોડાઇ શકું છું : આલિયા ભટ્ટ

મુંબઈ

ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાની બોલીવુડ કારકિર્દીની શરુઆત કરનાર અભિનેત્રી આલિયા ભટ્ટ અત્યારે પોતાની આગામી ફિલ્મ રાઝીને લઈ ખૂબ જ વ્યસ્ત છે. આ ફિલ્મ11 મેના રોજ રીલીઝ થવાની છે. કાશ્મીરની પૃષ્ઠભૂમિ પર બનેલ આ ફિલ્મમાં આલિયા ભટ્ટના પાત્રની અત્યારથી જ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ફિલ્મના ટ્રેલરે પહેલાથી જ દર્શકોમાં ભારે આતુરતા જગાવેલી છે. તેમજ હાલમાં જ ફિલ્મનુ નવુ ગીત એ વતન લોન્ચ કરવામાં આવ્યુ છે, જેને યુ ટ્યુબ સહિત અન્ય માધ્યમો દ્વારા લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

હાલ ફિલ્મનુ પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યુ છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન રાઝી ફિલ્મની સ્ટારકાસ્ટને પૂછવામાં આવ્યુ કે તેમણે પોતાના પાત્ર માટે કયા પ્રકારની ટ્રેનિંગ લીધી હતી?

https://youtu.be/0rRVZoQ4D-8?t=33

તો આ અંગે આલિયાએ જણાવ્યુ કે, મારે ટેકનીકલી ટ્રેનિંગ પણ લેવી પડી હતી. આર્મી ઓફિસરો જે રીતે કોડવર્ડમાં વાત કરે છે તે તમામ મારે શીખવુ પડ્યુ. મેં આ દરમિયાન તમામ કોડ્‌સ યાદ કરી લીધા, હવે તો હું આર્મી પણ જોઈન કરી શકું છું. હું રોજ સવારે સેટ પર એજ ગાડીથી આંટા મારતી હતી. તેમ જ ઉર્દુ પણ સારી રીતે શીખી. મહત્વનુ છે કે, મેઘના ગુલઝારના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ રાઝીમાં આલિયા ભટ્ટ ઉપરાંત વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.