ahmedabad accident/ બાવળા-બગોદરા હાઇવે માટે રવિવાર બન્યો લોહિયાળ

અમદાવાદ બાવળા-બગોદરા હાઇવે લોહિયાળ બન્યો છે. બગોદરા પોલીસ સ્ટેશનની હદમાં રવિવારના રોજ 28મી તારીખે અકસ્માતના ત્રણ બનાવ સામે આવ્યા છે. તેમા જુદા-જુદા ત્રણ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 04 29T092242.306 બાવળા-બગોદરા હાઇવે માટે રવિવાર બન્યો લોહિયાળ

અમદાવાદઃ અમદાવાદ બાવળા-બગોદરા હાઇવે લોહિયાળ બન્યો છે. બગોદરા પોલીસ સ્ટેશનની હદમાં રવિવારના રોજ 28મી તારીખે અકસ્માતના ત્રણ બનાવ સામે આવ્યા છે. તેમા જુદા-જુદા ત્રણ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.

તેમા રવિવારે રાત્રે આઠ વાગ્યે બાવળા નજીક હિટ એન્ડ રનના થયેલા અકસ્માતમાં ફુલ સ્પીડમાં કાર ચાલકે રાહદારીને ઉડાવ્યો હતો. રાહદારી મશહુર ખાનનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. બાવળાના ગાંગડ ચોકડી પાસે હિટ એન્ડ રનની આ ઘટના બની હતી. તેમા સ્પીડમાંઆવી રહેલી કારે રાહદારીને હવામાં ફૂટબોલ ફંગોળે તેમ ફંગોળતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. રાહદારી મહશુલ ખાન બિહારના મતિહારનો વતની હતો. તે આલોક કંપનીમાં કામ કરતો હતો અને રાશન લેવા જતાં મોત મળ્યું હતું. હાલ મૃતકને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. નાસી છૂટેલા કારચાલકને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પહેલાં બગોદરા નજીક ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત થયું છે. તારાપુર ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત થયુ હતું. બગોદરા પોલીસે ઘટનાસ્થળે જઈ અકસ્માત ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ટ્રકમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

તેની સાથે મૃત્યુ પામેલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની અથવા સીસીટીવીની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત ATS અને NCBને મળી મોટી સફળતા, રૂપિયા 230 કરોડનું ડ્રગ્સ કબ્જે કરાયું

આ પણ વાંચો:વિદેશમાં ડ્રગ્સ મોકલાવ્યું છે કહીને 1.15 કરોડથી વધુ રકમની છેતરપિંડી

આ પણ વાંચો:પાલનપુરના માલણ ગામ નજીક સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના કરુણ મોત