Gujarat election 2022/ સુરતની કુલ 16 વિધાનસભા બેઠકમાંથી 15માં ભાજપ આગળ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બે તબક્કા પહેલી અને પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. સુરતમાં પહેલી ડિસેમ્બર 16 વિધાનસભા બેઠક માટે મતદાન થયું હતું. તેમાથી પંદર બેઠકમાં ભાજપની જીત થઈ હતી.

Gujarat Gujarat Assembly Election 2022
Harsh Sanghavi સુરતની કુલ 16 વિધાનસભા બેઠકમાંથી 15માં ભાજપ આગળ

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં બે તબક્કા પહેલી અને પાંચમી ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. સુરતમાં પહેલી ડિસેમ્બર 16 વિધાનસભા બેઠક માટે મતદાન થયું હતું. તેમાથી પંદર બેઠકમાં ભાજપની જીત થઈ હતી. આ વખતે આમ આદમી પાર્ટીનું જોર વધ્યું હોવા છતાં અને કોંગ્રેસ પણ મેદાનમાં હોવા છતાં ભાજપ સારો દેખાવ કરવામાં સફળ રહ્યુ છે. સુરતની લગભગ 16માંથી 15 બેઠક આ વખતે પણ ભાજપના ફાળે આવી છે. આમ ભાજપે સુરતને જાળવી રાખ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો પક્ષપ્રમુખ સીઆર પાટીલ પોતાનો ગઢ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. હર્ષ સંઘવીએ એક લાખથી પણ વધારે મતથી વિજય મેળવ્યો છે તો આપના પક્ષપ્રમુખ ગોપાલ ઇટાલિયાની પણ હાર થઈ છે. આમ સાઉથ ગુજરાતમાં ભાજપે 35માંથી રીતસર 33 બેઠક મેળવી લીધી છે.

આ જિલ્લામાં કુલ 16 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવી હતી. અહીં ભાજપ અને આપ વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો, સુરત જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. જ્યારે 15 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. સુરત જિલ્લામાં આ વખતે આમ આદમી પાર્ટીનું જોર વધ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો. હવે જોવું રહ્યું કે, આપ આ ચૂંટણીમાં કેવી પ્રદર્શન કરે છે.

મળતી માહિતી પ્રમાણે, કુમારકાનાણીની ભવ્ય જીત થઇ છે. સુરતના મજુરામાંથી ગૃહમંત્રી હર્ષ સંઘવીની ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છે. ગત ચૂંટણીમાં પણ તેઓ 50 હજારથી વધુ મતોથી જીત્યા હતા. જ્યારે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની કારમી હાર થઇ છે.

ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

આ પણ વાંચોઃ

Gujarat election 2022/વડોદરા શહેરની પાંચેય બેઠક પર ભગવો લહેરાયોઃ વડોદરા જિલ્લામાં દસમાંથી નવ ભાજપને

Election Result/ગુજરાતમાં કોંગ્રેસનું 1990 બાદ સૈાથી ખરાબ પ્રદર્શન, 18 બેઠકો પર આગળ