Gujarat election 2022/ વડોદરા શહેરની પાંચેય બેઠક પર ભગવો લહેરાયોઃ વડોદરા જિલ્લામાં દસમાંથી નવ ભાજપને

Gujarat election 2022માં વડોદરા શહેર અને જિલ્લામાં ભાજપનો ભગવો બધે લહેરાયો છે. વડોદરા શહેરની પાંચેય બેઠક તો ભાજપ જીત્યું છે. જ્યારે વડોદરા જિલ્લાની કુલ દસમાંથી નવ બેઠક ભાજપને મળી છે. હાઇ પ્રોફાઇલ બનેલી વાઘોડિયાની બેઠક પર અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો છે.

Gujarat Gujarat Assembly Election 2022
Madhu srivastav વડોદરા શહેરની પાંચેય બેઠક પર ભગવો લહેરાયોઃ વડોદરા જિલ્લામાં દસમાંથી નવ ભાજપને
  • વાઘોડિયામાં ભાજપે મધુ શ્રીવાસ્તવની કારકિર્દી પૂરી કરી નાખી
  • વાઘોડિયામાં અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય
  • વાઘોડિયા બેઠક ભાજપ છ ટર્મથી જીતતું હતું

Gujarat election 2022માં વડોદરા શહેર અને જિલ્લામાં ભાજપનો ભગવો બધે લહેરાયો છે. વડોદરા શહેરની પાંચેય બેઠક તો ભાજપ જીત્યું છે. જ્યારે વડોદરા જિલ્લાની કુલ દસમાંથી નવ બેઠક ભાજપને મળી છે. હાઇ પ્રોફાઇલ બનેલી વાઘોડિયાની બેઠક પર અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો છે.

ભાજપના બળવાખોર ઉમેદવાર મધુ શ્રીવાસ્તવનો વાઘોડિયા બેઠક પર પરાજય થયો છે. મધુ શ્રીવાસ્તવનો ફક્ત પરાજય થયો છે તેવું જ નથી પણ તેની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે. મધુ શ્રીવાસ્તવે કરેલા બળવાના પગલે તેમને બહારનો દરવાજો દેખાડાયો હતો. પણ હવે છ વખતથી વિધાનસભ્યપદ ભોગવતા મધુ શ્રીવાસ્તવની રાજકીય કારકિર્દીનો પણ આ પરાજય સાથે રાજકીય અસ્ત થઈ ગયો છે.

જો કે તે પણ હકીકત છે કે મધુ શ્રીવાસ્તવના બળવાના લીધે ભાજપને નિશ્ચિત લાગતી વાઘોડિયાની બેઠક પર પરાજયનો સામનો કરવામાં આવ્યો છે. આમ છેલ્લી છ ટર્મ પછી ભાજપે પહેલી વખત આ બેઠક અપક્ષની સામે ગુમાવી છે. જો કે ચૂંટણી પછીના મેનેજમન્ટ મુજબ અપક્ષ ભાજપને ટેકો આપે અથવા તો ભાજપમાં ભળી જાય તો નવાઈ નહી લાગે.

હવે તે સુનિશ્ચિત થઈ ગયું છે કે વડોદરામાં બધે જ ભાજપ હશે. કોંગ્રેસ અને આપના કોઈ ઉમેદવાર અહીં શોધ્યા પણ જડતા નથી. તેની સાથે ભાજપ મધ્ય ગુજરાતમાં સૌથી વધુ બેઠકો અંકે કરશે તેમ નિશ્ચિત મનાય છે. મધ્ય ગુજરાતની 61 બેઠકોમાંથી 55 બેઠકો પર ભાજપનો ઘોડો વિનમાં છે. આ સરસાઈ ઘટે તેમ નથી, પણ સતત વધતી રહેવાની છે. જો કે ભાજપે વડોદરા શહેરમાં જબરજસ્ત દેખાવની સાથે-સાથે મધુ શ્રીવાસ્તવ જેવા નામચીન ઉમેદવારથી પણ ઠંડા કલેજે પીછો છોડાવી દીધો છે તે હકીકત છે. મધુ શ્રીવાસ્તવે બળવો કરીને પોતાની રાજકીય કારકિર્દીનો તો અસ્ત થઈ ગયો છે, પણ હવે તેના સંતાનની રાજકીય કારકિર્દી પણ ખતમ થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ

Gujarat election 2022/અમદાવાદ જિલ્લામાં 21 બેઠકોમાંથી ભાજપ 19 પર અને કોંગ્રેસ ફક્ત બે પર આગળ

Election Result/ગુજરાતમાં કોંગ્રેસનું 1990 બાદ સૈાથી ખરાબ પ્રદર્શન, 18 બેઠકો પર આગળ