Ahmedabad/ ગેરકાયદેસર શેરબજારનું ટ્રેડિંગ કરતા 2 શખ્સ ઝડપાયા, રોજ 15 લાખનાં સોદા કરતા હતા

શહેરની વાડજ પોલીસે બે શખ્શોની ધરપકડ કરી છે આ બંને શખ્શો દ્વારા શેરમાર્કેટમાં સોદા પાડવા માટેનું સોફ્ટવેર ગેરકાયદેસર રીતે રાખીને આ કામગીરી કરવામાં આવતી હતી….

Ahmedabad Gujarat
Untitled 76 ગેરકાયદેસર શેરબજારનું ટ્રેડિંગ કરતા 2 શખ્સ ઝડપાયા, રોજ 15 લાખનાં સોદા કરતા હતા

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

શહેરની વાડજ પોલીસે બે શખ્શોની ધરપકડ કરી છે આ બંને શખ્શો દ્વારા શેરમાર્કેટમાં સોદા પાડવા માટેનું સોફ્ટવેર ગેરકાયદેસર રીતે રાખીને આ કામગીરી કરવામાં આવતી હતી. વાડજ પોલીસે હાલ વાસુભાઇ પટેલ અને કરણ ઠક્કર નામના બે વ્યક્તિઓ વાડજ વિસ્તારમાંથી ધરપકડ કરીને લેપટોપ તથા મોબાઈલ સહીતનો મુદમાલ કબજે કર્યો છે.

પોલીસ ગિરફતમાં ઉભેલા આ બંને શખ્શો દેખાવ માંતો ઘણાં માસુમ અને સરળ દેખાઈ આવે છે પરંતુ તેમને જે કારસ્તાન કર્યું છે તે ભારતીય અર્થતંત્રને ઘણું માથું નુકશાન પોહ્ચાડવાનું કર્યું છે,સ્ટોક એક્સેન્જ બોર્ડમાં OFFICE અને ગોલ્ડમાઈન સોફ્ટવેર અને આ સોફ્ટવેરનો ઉપયોગ કરવાની સત્તા માત્રને માત્ર સ્ટોક એક્સેન્જ બોર્ડને જ હોતી હોય છે તે છતાય ઝડપાયેલા બંને આરોપીઓ પાસે આ સોફ્ટવેર કેવી રીતે આવ્યું તે હાલ તપાસનો વિષય બનીને રહી ગયો છે.

સામાન્ય રીતે શેરબજારની ઓફીસો તો આપ સૌ કોઈએ ઘણી બધી જોઈ હશે પરંતુ વાડજ પોલીસના સંકજામાં આવેલા પટેલ અને ઠક્કર બંધુઓની ઓફીસ પણ શેર માર્કેટની જ હતી પરંતુ તે ઓફીસની અંદર ચાલતી પ્રવૃત્તિ ગેરકાયદેસર હતી આ બંને શખ્શો વાસુ ભાઈ પટેલ તથા કિરણ ઠક્કર બાને મળીને ઓનલાઈન સોદા લખાવતા હતા અને તેની કપાત પણ જાતે જ કરતા હતા.ઉલેખનીય છે કે સંન્ય શેરબજારની ઓફીસમાં રોજ બરોજના જે કોઈ સોદા થતા હોય છે તે સોદા સ્ટોકએક્સચેન્જ અથવા અન્ય કોઈ અધિકૃત એજન્સી થકી થતા હોય છે પરંતુ વાડજ પોલીસે પકડેલા પટેલ અને ઠક્કર બંધુઓ શેર માર્કેટના નામે ડબ્બા ટ્રેડીંગ કરતા હોવાનું સામે આવ્યું હતું ત્યારે હાલ પોલીસે બને શખ્શોની ધરપકડ તો કરી લીધી છે વધુ તપાસ હાથ ધરી છે.

વાડજ પોલીસે વાસુ પટેલ અને કિરણ ઠક્કરની હાલ ધરપકડ કરી લીધી છે ત્યારે હવે પોલીસ આવનારા સમયમાં સેબીને પણ સમગ્ર બનાવની જાણ લેખિતમાં કરશે જેથી કરીને આ કેસની સત્યતાને નુકશાન ભવિષ્યમાં પહોંચે નહિ.

રાજકારણ: કોંગ્રેસનાં નેતાનાં ભાજપ પ્રવેશને લઇને આ શહેરમાં ભાજપમાં થયો ભડકો

Ahmedabad: સાણંદમાં માણસની સાથે સંબંધોની પણ કરાઈ હત્યા, ભાઈએ ભાઈને ઉતાર્યો મોતને ઘાટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો