મોડાસા/ પ્રાંત અધિકારી મયંક પટેલના મેટ્રોપોલિટીન કોર્ટે 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા

આરોપી પર એક યુવતીને બિભત્સ ફોટોગ્રાફ તેમજ મેસેજ કરી તેને પરેશાન કરવાનો આરોપ છે. મયંક પટેલ છેલ્લા એક વર્ષથી યુવતીને પરેશાન કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું

Gujarat Others
Untitled 150 પ્રાંત અધિકારી મયંક પટેલના મેટ્રોપોલિટીન કોર્ટે 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા

રાજયમાં આવા કેસો સદંતર વધતા  જોવા મળી રહ્યા છે ત્યારે   આજે ફરી એક વારે એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અત્યંત ચોંકાવનારી ઘટનામાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા મયંક પટેલની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી પર એક યુવતીને બિભત્સ ફોટોગ્રાફ તેમજ મેસેજ કરી તેને પરેશાન કરવાનો આરોપ છે. મયંક પટેલ છેલ્લા એક વર્ષથી યુવતીને પરેશાન કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ડે. કલેક્ટર અને ફરિયાદી યુવતી અગાઉ એકબીજાના પરિચયમાં આવ્યા હતા.

આ પણ વાંચો ;ગુજરાત / રાજયમાં ડિસેમ્બરથી ધો-1થી 5ના વર્ગો શરૂ થશે કે નહીં તે અંગે જાણો શિક્ષણમંત્રીએ શું નિવેદન આપ્યું

ત્યારે આ  પ્રાંત અધિકારીના જામીન મંજૂર થયા ,મેટ્રોપોલિટીન કોર્ટે જામીન કર્યા મંજૂર તેમજ પ્રાંત અધિકારી મયંક પટેલને મળ્યા જામીન મળતા 25 હજારના બોન્ડ પર જામીન મંજૂર થયા છે . માય્નક પટેલ ને શરતોને આધારે જામીન માટે મંજૂરી આપવામાં આવી છે . મહત્વનું છે કે તેમના પર મહિલા અધિકારીને અભદ્ર ફોટા મોકલવા પર   ફરિયાદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો ;ગુજરાત /  રાજયમાં 15 અને 16 નવેમ્બરે રીક્ષાચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે.

મયંક પટેલ યુવતીના એક તરફી પ્રેમમાં હોવાની પણ પોલીસને શંકા છે. મયંક કેટલા સમયથી યુવતીના સંપર્કમાં હતો, તેને પરેશાન ક્યારથી કરતો હતો જેવી બાબતો પણ પોલીસ પોતાની તપાસમાં આવરી લેશે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ પહેલા મયંક પટેલને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી.