Gandhinagar News: આજે ગુજરાત વિધાનસભા (Assembly)માં ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia)એ સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપવાની કાર્યવાહી અંગે કરેલ પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં 1 લાખ 34 હજાર 933 કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે ચાર પ્લાન્ટનું કામ અત્યારે પ્રગતિમાં છે. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને સેમી કંડક્ટર (Semi Conductor)નું હબ બનાવવાનો સંકલ્પ કરેલ છે, જે અંતર્ગત સેમી કંડક્ટરના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 75 હજાર કરોડનું પેકેજ જાહેર કરેલ છે, જેના કારણે આજે દેશમાં કુલ પાંચ સેમી કંડક્ટર પ્લાન્ટ બનવા જઈ રહ્યા છે. દેશમાં ગુજરાત સેમી કંડક્ટર હબ બને તે માટે આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સેમી કંડક્ટર પોલીસી તૈયાર કરી છે, જેના કારણે દેશના પાંચ સેમી કંડક્ટર પ્લાન્ટમાંથી ચાર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થવા જઈ રહ્યા છે, જે પૈકી ત્રણ પ્લાન્ટ સાણંદ જીઆઈડીસી ખાતે બનવા જઈ રહ્યા છે. જ્યારે એક પ્લાન્ટ ધોલેરા ખાતે તૈયાર થઈ રહ્યો છે.
![]()
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે સાણંદ જીઆઈડીસી ખાતે જે ત્રણ સેમી કંડક્ટર પ્લાન્ટ તૈયાર થઈ રહ્યા છે તેમાં માઈક્રોન ટેકનોલોજી રૂપિયા 22516 કરોડના મુડી રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપી રહી છે. બીજો પ્લાન્ટ સી.જી. સેમી પ્રા.લી. રૂપિયા 7584 કરોડના મુડી રોકાણ સાથે સ્થાપી રહી છે. કેયન્સ સેમી પ્રા.લી. દ્વારા રૂપિયા 3307 કરોડના મુડી રોકાણ સાથે તૈયાર કરવામાં આવી રહેલ પ્લાન્ટનું કામ પ્રગતિમાં છે. આ ઉપરાંત એક પ્લાન્ટ ધોલેરા જીઆઈડીસી ખાતે બનવા જઈ રહ્યો છે. દેશનો સૌથી મોટો એવો આ પ્લાન્ટ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રા.લી. કંપની રૂપિયા 91526 કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે સ્થાપી રહી છે. આમ ગુજરાતમાં 1 લાખ 34 હજાર 933 કરોડ રૂપિયાના મુડી રોકાણ સાથે આ ચાર પ્લાન્ટ સ્થપાવા જઈ રહ્યા છે.
અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે માઈક્રોન સેમી કંડક્ટર ટેકનોલોજી ઈન્ડિયા પ્રાઈવેટ લી.ના મિની પાયોનિયર પ્રોજેક્ટ અંતર્ગત સેમી કંડક્ટ પ્લાન્ટ ખાતે ઉત્પાદન 23 એપ્રિલ 2024 થી શરૂ થયેલ છે, તથા મેઈન પાયોનિયર પ્રોજેક્ટ અંતર્ગત સેમી કંડક્ટર પ્લાન્ટનું અંદાજીત ઉત્પાદન કેલેન્ડર વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં શરૂ થનાર છે. જ્યારે સીજી સેમી પ્રા.લી. ના મિની પ્રોજેક્ટ અંતર્ગત સેમી કંડક્ટર પ્લાન્ટનું અંદાજીત ઉપ્તાદન 30 સપ્ટેમ્બર 2026 તથા મેઈન પ્રોજેક્ટ અંતર્ગત સેમી કંડક્ટર પ્લાન્ટનું અંદાજીત ઉપ્તાદન 31 ઓક્ટોબર 2027 સુધીમાં શરૂ થનાર છે. આ ઉપરાંત કેયન્સ સેમી પ્રા. લી. કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટનું અંદાજીત ઉત્પાદન કેલેન્ડર વર્ષ ૨૦૨૫ ના ચોથા ક્વાર્ટર અથવા વર્ષ 2026ના પ્રથમ કવાર્ટરમાં શરૂ થનાર છે. જ્યારે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રા. લી. કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટનું અંદાજીત વર્ષ 2027-28 ના બીજા ક્વાર્ટર સુધીમાં શરૂ થનાર છે. આ ચાર પ્લાન્ટ સાથે ગુજરાત દુનિયામાં સૌથી વધુ સેમી કંડક્ટરનું ઉત્પાદન કરતો વિસ્તાર બનશે. આ રીતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાત સમગ્ર વિશ્વમાં સેમી કંડક્ટરનું હબ બનવા જઈ રહ્યું છે.

ગુજરાતમાં તૈયાર થઈ રહેલ સેમી કંડક્ટર પ્લાન્ટ
સાણંદ
માઈક્રોન ટેકનોલોજી (22516 કરોડ મુડી રોકાણ)
સીજી સેમી પ્રા.લી. (7584 કરોડ મુડી રોકાણ)
કેયન્સ સેમી પ્રા.લી. (3307 કરોડ મુડી રોકાણ)
ધોલેરા
ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રા. લી. (91526 કરોડ મુડી રોકાણ)
આ પણ વાંચો:ગુજરાતમાં સેમી કંડક્ટર પ્લાન્ટ સ્થાપશેઃ ટાટા ગ્રુપ
આ પણ વાંચો:સાણંદમાં સેમીકંડક્ટર પ્લાન્ટ નાખનારી માઇક્રોનના સીએમની હાજરીમાં કરાર
આ પણ વાંચો:ભારતમાં દૂર થશે સેમીકંડક્ટર સંકટ, આ વિદેશી કંપની દેશમાં લગાવશે ચીપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ
