Jamnagar News: જામનગર (Jamnagar) મહાનગરપાલિકાની દબાણ (Encroachment) હટાવ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ દૂર કરાવવા માટે સક્રિય બની છે. જેના ભાગરૂપે આજે સવારે એમપી શાહ ઉદ્યોગ નગરની પાછળના ધરાર નગર સાતનાલા વિસ્તારના 50થી વધુ દબાણ કર્તાઓને નોટિસ આપી 15 દિવસમાં જગ્યા ખાલી કરી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે.
ધરાર નગર સાતનાલા પાસેથી પાણીની મુખ્ય કેનાલ પસાર થાય છે, જે કેનાલ ઉપર કેટલાક મકાનો અથવા તો ધંધાના સ્થળો ખડકી દેવાયા છે. ઉપરાંત એક સમાજની વાડીનું બાંધકામ પણ કરી લેવામાં આવ્યું છે.
જે તમામને આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલીની ટીમ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે, અને તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાની જગ્યા ખુલી કરાવી દેવા માટે 15 દિવસનું અલ્ટીમેટમ અપાયું છે. જેને લઈને દબાણ કરનારાઓમાં ભારે દોડધામ થઈ છે.
@સાગર સંઘાણી
આ પણ વાંચો:જામનગરમાં મકાનોમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો
આ પણ વાંચો:જામનગરમાં કચરાની ગાડીમાં કચરાના સ્થાને કેરણ ભરીને લઈ જવાની પ્રવૃત્તિનો વીડિયો વાયરલ
આ પણ વાંચો:જામનગર નજીક ઠેબા ગામ પાસે કાર પલ્ટી મારતા સર્જાયો ગોઝારો અકસ્માત