Not Set/ અક્ષય કુમાર બાદ વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર પણ થયા કોરોના સંક્રમિત

કોરોનાવાયરસ બોલિવૂડ દિગ્ગજોની પાછળ પડ્યો હોય તેવું ચિંત્ર હાલમાં આપણી સમક્ષ દેખાઇ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. તાજેતરમાં બોલિવૂડનાં ઘણા કલાકારો વાયરસની ઝપટમાં આવી ગયા છે.

Top Stories Entertainment
1 71 અક્ષય કુમાર બાદ વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર પણ થયા કોરોના સંક્રમિત

કોરોનાવાયરસ બોલિવૂડ દિગ્ગજોની પાછળ પડ્યો હોય તેવું ચિંત્ર હાલમાં આપણી સમક્ષ દેખાઇ રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. તાજેતરમાં બોલિવૂડનાં ઘણા કલાકારો વાયરસની ઝપટમાં આવી ગયા છે. અક્ષય કુમાર અને ગોવિંદા પછી હવે ભૂમિ પેડનેકર અને વિકી કૌશલ પણ આ વાયરસનો શિકાર બન્યા છે.

મોટા સમાચાર / દેશમુખ વિરુદ્ધ 100 કરોડની વસૂલીનાં આરોપોની તપાસ કરશે CBI, હાઈકોર્ટે કહ્યું- બધા આરોપો ખૂબ ગંભીર

વિકી કૌશલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ‘કોવિડની બધી સાવચેતી રાખવા છતા, દુર્ભાગ્યથી મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું બધા પ્રોટોકોલોને અનુસરી રહ્યો છું.’ વિકી કૌશલ આગળ લખે છે, ‘હું હમણાં ઘરે ક્વોરેન્ટીન છું, હું મારા ડોક્ટર દ્વારા આપવામાં આવેલી બધી દવાઓ લઈ રહ્યો છું. મારી વિનંતી છે કે જે કોઈ પણ મારા સંપર્કમાં આવ્યા છે તે તુરંત જ પોતાનો ટેસ્ટ કરાવે. કાળજી લો અને સુરક્ષિત રહો.’

બોલિવૂડમાં કોરોના વિસ્ફોટ / અક્ષયની ફિલ્મ ‘રામસેતુ’ નાં સેટ પર 45 જુનિયર આર્ટિસ્ટ કોરોના પોઝિટિવ

બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે સોશિયલ મીડિયા દ્વારા કોરોના પોઝિટિવ હોવા વિશે માહિતી આપી છે. ભૂમિ પેડનેકરે કહ્યું હતું કે, કોરોનાનાં લક્ષણો મળ્યા બાદ તેણે ઘરમાં પોતાને અલગ કરી દીધી છે. તેણે અન્ય લોકોને પણ કોરોના મામલે સાવધાની રાખવાની અપીલ કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ