ખુલાસો/ રાજ કુંદ્રાની બહેન રીનાએ કર્યો ખુલાસો પહેલી ભાભીએ કર્યો હતો વિશ્વાસઘાત

રાજની બહેને કર્યો ખુલાસો

Entertainment
rahhjjkkkkk રાજ કુંદ્રાની બહેન રીનાએ કર્યો ખુલાસો પહેલી ભાભીએ કર્યો હતો વિશ્વાસઘાત

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ ભૂતકાળમાં તેની પૂર્વ પત્ની કવિતા પર ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. રાજે કહ્યું કે કવિતાને તેની બહેન રીનાના પતિ સાથે અફેર હતું. જેના કારણે તેને છૂટાછેડા થઈ ગયા હતા. આ પહેલા કવિતાએ શિલ્પાને તેના લગ્ન તોડવા માટે દોષી ઠેરવી હતી. તે જ સમયે, હવે  કુંદ્રાની બહેન રીનાએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે કેવી રીતે તે તેની ભાભી પર વિશ્વાસ કરતી હતી પરંતુ કવિતાએ તેનો વિશ્વાસ તોડ્યો હતો.

રાજ કુંદ્રાની બહેન રીનાએ  એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે કે તેણે કવિતા પર ખુબ વિશ્વાસ રાખ્યો  હતો અને બદલામાં છેતરપિંડી થઈ. રીનાએ કહ્યું હું કવિતાને મારી બહેન માનતી  હતી. મેં તેને પ્રેમ કર્યો અને તેના પર વિશ્વાસ કર્યો. તે મારી ખૂબ નજીક હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તે મારી સાથે આવું કરી શકે છે. તેણે મારૂ દિલ તોડી નાંખ્યુ.

રાજે અગાઉ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે જ્યારે રીના તેના પતિ વંશ સાથે લંડન ગઇ ત્યારે કવિતા અને વંશની નિકટતા વધતી ગઈ.  વંશ અને કવિતાની વાતચીત નિયમિત રીતે  ચાલુ જ હતી. આ પછી રાજને એસએમએસ વિશે ખબર પડી અને કવિતાને છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. તે દરમિયાન તેમની પુત્રી માત્ર 40 દિવસની હતી. રાજનું કહેવું છે કે તે પહેલા કવિતા વિશે બોલી શક્યો નહીં કારણ કે રીના વંશ સાથે તેના લગ્નને બચાવવા માટે પ્રયાસ કરી રહી હતી.