Not Set/ દાહોદમાં ગાંજો ઝડપાવાનો સિલસિલો યથાવત, શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર

દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં ખેતરમાંથી ગાંજોનું વાવેતર ઝડપાયું છે. સાલીયા ગામે ખેતરમાં શાકભાજીની આડમાં ગાંજાની ખેતી કરાતી હતી.

Gujarat Others
ગાંજો
  • દાહોદ જીલ્લામા ગાંજો ઝડપાવાનો સિલસિલો યથાવત
  • દેવગઢ બારીયાના સાલીયા ગામેથી ઝડપાયો ગાંજો
  • રૂ. 1,14,03,400  નો ગાંજો ઝડપી પાડયો
  • 1100 કિલોથી વધુ ગાંજાના છોડ ખેતરમાથી પકડાયા
  • નરસિંહ પટેલ અને ગણપત પટેલના ખેતરમાથી ઝડપ્યો ગાંજો
  • પોલીસ કરોડોના ગાંજા સાથે બન્ને ખેતર માલીક ઝડપ્યા
  • શાકભાજીની આડમા 2 થી 3 ખેતરમાં ગાંજાનુ વાવેતર
  • અગાઉ પણ હાંડી અને કુણધા ગામેથીગાંજો ઝડપાયો હતો

દાહોદના દેવગઢ બારિયા તાલુકામાં ખેતરમાંથી ગાંજોનું વાવેતર ઝડપાયું છે. સાલીયા ગામે ખેતરમાં શાકભાજીની આડમાં ગાંજાની ખેતી કરાતી હતી. ત્યારે SOG અને પીપલોદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી આ ગાંજાની ખેતી ઝડપી પાડી છે.સાથે જ બે ખેતરના માલિકને પણ પકડી લેવાયા છે. પોલીસે કરોડોના ગાંજા સાથે બે આરોપીને ઝડપી તેમની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 1, 140 કીલો 340 ગ્રામનો એક કરોડથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા સાથે બન્ને ખેતરના માલીકને ઝડપી પાડયા છે.

આ પણ વાંચો :ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં નોંધાયો પ્રથમ કેસ

દેવગઠબારીયાના સાલીયાના કરોધ ફળીયામાં આવેલ બેથી ત્રણ ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર શાકભાજીની આડમાં કર્યું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે દાહોદ SOGના પીઆઇ એચ.પી.કરણને રેડ કરતા એક સમયે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અને આ અંગે પરિક્ષણની ટીમ બોલાવી ચકાસણી કરાવતા ખેતરોમાં 1745 જેટલા છોડ મળી આવ્યા હતા.

a 26 3 દાહોદમાં ગાંજો ઝડપાવાનો સિલસિલો યથાવત, શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર

જેની કિંમત એક કરોડ ત્રણ લાખ નેવ્યાસી હજાર છસ્સો થવા પામી છે. વધુ ગાંજાના છોડ હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પોલીસે ખેતર માલિક સહિત કુલ બે ઇસમોને ઝડપી પાડી એક કરોડથી વધુનો નશાનું વાવેતર કબ્જે કર્યું છે. આ ગાંજાનું બિયારણ ક્યાંથી લાવ્યા કોના કહેવાથી લાવ્યા તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :નવાબંદર દરીયામાં લાપતા માછીમારોમાંથી 4ના મૃતદેહ મળ્યા, 5 હજુ લાપતા

દાહોદના સીંગવડ તાલુકાના અગારા હાંડી ગામેથી દાહોદ LCB , SOG સહીતની ટીમે 3 ખેતરમાંથી 2 કરોડ ઉપરાંતનો ગાંજો ઝડપી પાડયો હતો. દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના અગારા હાંડી ગામે પોલીસને બાતમી મળી હતી કે, હાંડી ગામના મછાર ફળીયામાં રહેતા વિક્રમ નારસીંગ મછારે ખેતરમા કપાસની સાથે સાથે ગાંજાની પણ ખેતી કરી છે. જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમા પોલીસને ખેતરમાં કપાસના પાક સાથે લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. તેમજ પોલીસે તે ખેતરોની પાસે આવેલા ખેતરમાં પણ તપાસ કરતા હિંમત જોખના મછાર અને સરતન ભાઈ શાંતુભાઈ મછારના ખેતરમાં પણ ગાંજાના લીલા છોડ વિપુલ પ્રમાણમાં મળી આવ્યા હતા. જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આ પણ વાંચો :ભાવનગરમાં સ્વર્ણીમ વિજય વર્ષની થિમને ધ્યાને લઇ નૌકાદિવસની ઉજવણી કરાઇ

સુરતમાં પાનના ગલ્લાની આડમાં ચાલતો ગાંજાનો વેપાર

સુરતમાં કરિયાણાની દુકાન અને પાનના ગલ્લાની આડમાં ગાંજાના વેચાણનો ખુલાસો થયો છે અને સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસેથી ગાંજાનો જથ્થો મંગાવનારા કરિયાણાના વેપારી અને પાનનો ગલ્લો ચલાવતી મહિલાની ધરપકડ થઈ છે.

સેન્ટ્રલ બસ સ્ટેશન નજીકથી 4.86 લાખની કિંમતના ગાંજા સાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં બાદ આ ઘટસ્ફોટ થયો છે. આ મામલે બે લસકાના ડાયમંડ નગર ખાતેથી એસઓજીએ કિશોર જસાણી અને અહલ્યા શાહુની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :ગ્રામ પંચાયતની ચુંટણી માટે ફોર્મ ભરવા માટેનો આજે છેલ્લો દિવસ

આ પણ વાંચો : IAS રાજકુમાર ગુજરાતના નવા ગૃહસચિવ,સોમવારથી સંભાળશે ચાર્જ