માસ્ટરમાઈન્ડ/ હનીટ્રેપના આરોપી કેતકી વ્યાસના કટકીબાજીના પુરાવા, 300થી વધુ વિધા જમીન ખરીદી હોવાનું અનુમાન

કેતકી વ્યાસ અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે. કેતકી વ્યાસે લાંચની રકમથી 300 વિઘા કરતાં વધુ જમીનો ખરીદી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Others
Untitled 189 હનીટ્રેપના આરોપી કેતકી વ્યાસના કટકીબાજીના પુરાવા, 300થી વધુ વિધા જમીન ખરીદી હોવાનું અનુમાન

આણંદ કલેકટર કચેરીના કલેકટરના વિવાદાસ્પદ વીડિયો મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, દરરોજે આ મામલે નવા નવા ખુલાસો થઇ રહ્યા છે. સરકારી ઓફિસમાં સ્પાય કેમરા લગાવી કલેકટરના વીડિયો બનાવીને ફાઈલો પાસ કરાવવાના ખેલ કરનાર ADM કેતકી વ્યાસના હવે એક પછી એક કારનામાં સામે આવી રહ્યા છે.હાલ જાણવા મળી રહ્યું છે કે   કેતકીએ લાંચની રમકથી 300 વિધા જમીન ખરીદી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, સાથે જ તેમની સામે ઉત્તર ગુજરાતમાં તપાસ આ દિશામાં કરવાની માંગ ઉઠી છે.

કલેક્ટર ઓફિસમાં મહિલાને મોકલીને કલેક્ટર ડી.એસ ગઢવીને કાવતરામાં ફસાવનાર કેતકી વ્યાસને લઈને એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ વચ્ચે કટકીખોર કેતકી વ્યાસ અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે. કેતકી વ્યાસે લાંચની રકમથી 300 વિઘા કરતાં વધુ જમીનો ખરીદી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં સુત્રો પાસેથી માહિતી મળી છે કે, ખેડાના આકલચામાં 3000 વાર જમીન ખરીદી હોવાનુ અને હાલમાં ત્યાં પેટ્રોલપંપ હોવાનુ સુત્રોથી વિગતો સામે આવી રહી છે. સરસ્વતી તાલુકાના કોટાવડ ગામની જમીનનો ખેડૂત તરીકેનો દાખલો પણ તેઓએ દર્શાવ્યો છે. કેતકી વ્યાસ સામે ઉત્તર ગુજરાતમાં કેસ ચાલતા હોવાનુ પણ સામે આવ્યુ છે. કેતકી વ્યાસ પહેલેથી જ અઠંગ ખેલાડી છે, તેના અનેક મોટા માથા સુધી છેડા લંબાયેલા છે. તે અગાઉ પણ અનેક કાંડ કરી ચૂકી છે.

કેતકી વ્યાસ જ્યારે મહેમદાવાદમાં મામલતદાર હતા ત્યારે તેની સામે એફઆઈઆર થઈ છે, જે મામલો હજુ કોર્ટમાં છે. કેતકીએ પાટણના કોટાવડમાં પણ ખેડૂત હોવાનો ખોટો દાખલો આપીને જમીન ખરીદી હોવાનું કહેવાય છે. જેના પર હાલ પેટ્રોપ પંપ છે. આમ, કેતકીએ પોતના દરેક પોસ્ટીંગમાં ઢગલાબંધ કારનામા કર્યાં છે.  વર્ષ 2007માં કેતકી વ્યાસ સામે આરોપીને ખોટી રીતે કસ્ટડીમાં રાખ્યાની ફરિયાદ થઇ હતી. તો એક આરોપી જેડી પટેલ પણ અશોક મિસ્ત્રી, દિલીપ ઝલુ,મિતેષ ભટ્ટ અને મકસુદ નામના શખ્સોના સંપર્કમાં હતો. જે.ડી.પટેલ આ તમામ લોકોની ફાઇલને પ્રાયોરિટી આપતો હોવાનું ખુલ્યું છે.

ઉલ્લખનીય છે કે, આણંદના કલેક્ટર ડી.એસ ગઢવીની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવવાનો કારસો રચનાર કેતકી વ્યાસ સહિત ત્રણને ઝડપી પોલીસ તપાસ કરી રહી છે. આ તમામે કલેક્ટર કચેરીમાં જમીનોના દસ્તાવેજોની અરજીમાં મોટી કટકી લેવાના કેતકી વ્યાસના ઇરાદા પર કલેક્ટર ડી.એસ ગઢવીએ પાણી ફેરવી દેતાં 3 લોકોએ તેમને ફસાવવા સમગ્ર પ્લાન ઘડ્યો હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે કેતકી વ્યાસ, જે.ડી પટેલ અને હરીશ ચાવડા સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલાની તપાસ આણંદ LCB પી.આઈ. કિરણ ચૌધરી કરી રહ્યા છે.

આ પણ વાંચો:સી. આર. પાટિલની અધ્યક્ષતામાં મળી ભાજપની બેઠક, કરાઈ આ મહત્વની ચર્ચાઓ

આ પણ વાંચો:મુકુલ વાસનિક બન્યા ગુજરાત કોંગ્રેસના પ્રભારી

આ પણ વાંચો:સુરતમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ,પરિણીતાને સાસરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો

આ પણ વાંચો:શ્રાવણ માસના પહેલા દિવસે સ્વયંભૂ પ્રગટેલા જડેશ્વર મહાદેવના મંદિરમાં દર્શનાર્થીઓનો જમાવડો