સુરત/ ડમી પેઢી બનાવી ખોટી રીતે ઇનપુટ ક્રેડિટ મેળવી સરકારને લગાડતા હતા ચૂનોઃ થઈ ધરપકડ

બોગસ ડોક્યુમેન્ટના આધારે GST નંબર મેળવી તેમાંથી ઇનપુટ એક્સ ક્રેડિટ લઈને સરકારને આર્થિક રીતે નુકસાન પહોંચાડનારા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Gujarat Surat
ડમી પેઢી

@અમિત રૂપાપરા 

લોન કરાવી આપવાના તેમજ નોકરી અપાવવાના બહાને લોકોના ડોક્યુમેન્ટ મેળવી આ ડોક્યુમેન્ટના આધારે ખોટા ભડાકરાર બનાવી ત્યારબાદ સાઈડ બીન મેળવી ફરિયાદીની મિલકત પર 21 જેટલી ડમી પેઢી ઊભી કરીને તેનો જીએસટી નંબર મેળવી ગેરકાયદેસર રીતે ખોટા નાણા વ્યવહારો કરી સરકાર પાસેથી ટેક્સ્ટ ક્રેડિટ મેળવીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાના સડીયંત્રનો કરતા ખાસ સુરત ઇકોસેલ અને જીએસટીના સંયુક્ત ઓપરેશનમાં થયો છે. આ બાબતે સુરત ઇકોશીયલ દ્વારા આરોપી પરેશ પટેલ અને નિલેશકુમાર મોદીની ધરપકડ કરવામાં આવી છે.

બોગસ ડોક્યુમેન્ટના આધારે GST નંબર મેળવી તેમાંથી ઇનપુટ એક્સ ક્રેડિટ લઈને સરકારને આર્થિક રીતે નુકસાન પહોંચાડનારા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બાબતે સુરત ઇકો સેલ અને GST વિભાગ દ્વારા સાથે મળીને આવા ઈસમોને પકડવામાં પણ આવી રહ્યા છે. ત્યારે સુરત ઇકો સેલ દ્વારા બે આરોપીને પકડવામાં આવ્યા છે.

આરોપીના નામ પરેશ પટેલ અને નિલેશ મોદી હોવાનું સામે આવ્યું છે અને બંને આરોપી ખોટા દસ્તાવેજના આધારે ડમી પેઢી બનાવતા હતા અને ત્યારબાદ GST રજીસ્ટ્રેશન નંબર મેળવી ખોટા બીલો બનાવતા હતા અને ત્યારબાદ નાણાકીય આર્થિક વ્યવહારો કરીને GST પોર્ટલમાં આ નાણાકીય વ્યવહારો ફાયરિંગ કરી ગેરકાયદેસર રીતે સરકાર પાસેથી ટેક્સ ક્રેડિટ મેળવીને આર્થિક ફાયદો મેળવતા હતા.

પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, બંને આરોપી પહેલા લોકોને લોન કરાવી આપવાની તેમજ નોકરી અપાવવાના બહાને તેમની પાસેથી ડોક્યુમેન્ટ મેળવી લેતા હતા. ત્યારબાદ ખોટા ભાડા કરાર અને લાઈટ બિલ મેળવી તેના પર GST રજીસ્ટ્રેશન કરાવતા હતા અને જે પેઢીના નામે તેમને રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તે પેઢી પણ ખોટી હતી અને ત્યારબાદ ગેરકાયદેસર રીતે તેઓ નાણાકીય વ્યવહારો કરી ઇનપુટ ટ્રેક ક્રેડિટ મેળવી સરકારની તિજોરીને નુકસાન કરતા હતા.

હાલ આ બંને આરોપીની ધરપકડ કરીને રિમાન્ડની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ રેકેટ પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે અબ્દુલ રહેમાન મુસ્તફા અલ્લાહમેદ તથા આદિલ હોવાનું જાણવા મળ્યું છે. તો સાથે જ અન્ય આરોપી ઇમ્તિયાઝ સહિત કેટલા લોકો આકાવતરામાં સામેલ છે તે બાબતે પણ સઘન પુરાવા મેળવવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

મહત્વની વાત છે કે, આ બાબતે ફરિયાદી બાબુભાઈ પટેલ દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, તેમની માલિકીની ઓફિસના સરનામે અલગ અલગ 21 જેટલા તેમની ખોટી સહીવાળા કરારો બનાવવામાં આવ્યા છે અને આ કરારના આધારે 21 જેટલી ડમી પેઢી ઊભી કરી તેના ખોટા રજીસ્ટ્રેશનના આધારે જીએસટી નંબર મેળવવામાં આવ્યા છે અને ખોટા બીલિંગ કરીને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી ટેક્સ સેક્રેડિટ મેળવી લેવામાં આવી છે.

આ ફરિયાદના આધારે તપાસ દરમિયાન આરોપી અબ્દુલ રહેમાન મુસ્તફા અલ્હામેદ તથા તેના મિત્ર આદિલ બાજુબેર બંને સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચીને લોકો સાથે છળ કપટ કરી જીએસટી કરચોરી કરવાનો ઈરાદો બનાવી જે લોકો લોન લેવા માગતા હોય. આ ઉપરાંત નોકરી કરવા માગતા હોય તે બાબતે ફેસબુકના માધ્યમથી શિવ લોન નામની જાહેરાત કરાવી હતી.

આ જાહેરાત વાંચીને જે લોકોએ મેં 2020 થી સપ્ટેમ્બર 2022 દરમિયાન આરોપીઓનો સંપર્ક કર્યો હતો તેને આરોપીઓએ પરેશકુમાર પટેલને કિરણ મકવાણા તરીકે ખોટું નામ દર્શાવી પોતે લોકોને વિદેશમાં નોકરી પર મોકલવાના એજન્ટ તરીકે કામ કરે છે તેવું દર્શાવ્યું હતું. ત્યારબાદ આરોપી ઇમ્તિયાઝ મારફતે અને તેના અન્ય સાગરીતો સાથે મળી 21 લોકો પાસેથી તેમને બેંકમાંથી લોન અપાવવાની અને વિદેશ મોકલવાના બહાને તેમના ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ ડોક્યુમેન્ટના આધારે ફરિયાદીના નામનું ખોટો આધારકાર્ડ બનાવવામાં આવ્યું હતું.

ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીનો ખોટું નામ ધારણ કરાવીને ટાઈપિંગનું કામ કરતા નિલેશ મોદી મારફતે વરાછામાં આવેલ સુમેરુ સિટી મોલ તથા શાંતિની કેતન નામની મિલકત કે જે ફરિયાદીની માલિકીની ન હતી છતાં મિલકતના 21 જેટલા વ્યક્તિના નામે 21 ભાડા કરાર અને નોટરી કરાવી લીધી હતી. ત્યારબાદ આરોપીઓએ આ બધે જીએસટી નંબર મેળવી આર્થિક વ્યવહારો કરી સરકારી કચોરી કરી હતી.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ