વલસાડઃ વલસાડમાં બેન્ક અધિકારીની પત્નીએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. બેન્ક અધિકારીની પત્નીએ રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેના હજી એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. આમ લગ્નના એક મહિનામાં એવું શું થયું કે પત્નીએ આત્મહત્યા કરી. પરીણિતાએ પતિ સાથે ફોન પર વાત કર્યા પછી આત્મહત્યા કરી છે. આથી પોલીસ તે પણ ચકાસી રહી છે કે ફોન પર એવી કઈ વાત થઈ હતી કે તેના પછી મહિલાએ આત્મહત્યા કરવાનું મુનાસિબ માન્યું.
વલસાડ સિડી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. લગ્નના મહિનામાં જ આત્મહત્યા કરવાના પગલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દહેજથી લઈને માનસિક હેરાનગતિ, આડા સંબંધો દરેક સંભાવના ચકાસી રહી છે. પોલીસે આ મુદ્દે પતિના દરેક કુટુંબીજનોની તપાસ હાથ ધરી છે. તેની સાથે-સાથે મહિલાના પિયરના કુટુંબીજનોની તપાસ પણ હાથ ધરાઈ છે. પતિ-પત્ની અને તેમા સગાસંબંધીઓની કોલ ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ