In Navsari/ નવસારીમાં 50 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દ્માલ ઝડપાયો

આ કેસમાં પોલીસે રાજસ્થાનના બાડમેરના રહેવાસી ફારૂક કે. મોઈલાની ધરપકડ કરી હતી. જ્યારે ગોવાથી આઈસર ટ્રકનું પાયલોટીંગ કરનારા અને દારૂનો જથ્થો મોકલનારા અલ્લારખા, ગોવાથી દારૂ ભરીને મોકલનારા શબ્બીર, આઈશર ટ્રકના માલિક અને દારૂનો જથ્થો મંગાવનારા મળીને ચાર શખ્સોની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ નવસારી રૂરલ પોલીસ ચલાવી રહી છે.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 10T154340.251 નવસારીમાં 50 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દ્માલ ઝડપાયો

@ નિકુંજ પટેલ

Navsari News: લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ હવે બુટલેગરો પણ બેફામ બન્યા છે. રાજ્યમાં દારૂની હેરાફેરી વધી છે સાથે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે. જેમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી)એ નવસારીમાં નેશનલ હાઈવે પરથી માહિતીને આધારે આઈસર ટ્રક અટકાવીને 50 લાખનો દારૂનો જથ્થો મળીને કુલ રૂ. 60,45,000 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.

એસએમસીના અધિકારીઓને માહિતી મળી હતી કે નવસારીમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે સ્થિત નવજીવન હોટેલ પાસેથી દારૂનો જથ્થો ભરેલી આઈસર ટ્રક પસાર થવાની છે. જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને ટ્રક અટકાવી હતી. તપાસમાં ટ્રકમાંથી રૂ.50,40,000 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, આઈસર ટ્રક અને મોબાઈલ મળીને કુલ રૂ. 60,45,000 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે રાજસ્થાનના બાડમેરના રહેવાસી ફારૂક કે. મોઈલાની ધરપકડ કરી હતી. જ્યારે ગોવાથી આઈસર ટ્રકનું પાયલોટીંગ કરનારા અને દારૂનો જથ્થો મોકલનારા અલ્લારખા, ગોવાથી દારૂ ભરીને મોકલનારા શબ્બીર, આઈશર ટ્રકના માલિક અને દારૂનો જથ્થો મંગાવનારા મળીને ચાર શખ્સોની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ નવસારી રૂરલ પોલીસ ચલાવી રહી છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:રાજસ્થાનમાં આવતીકાલે સવારથી 48 કલાક બંધ રહેશે પેટ્રોલ પંપ, જાણો કેમ થઈ રહી છે હડતાળ

આ પણ વાંચો:NDA માં ચંદ્રબાબુ નાયડુની ફરીથી એન્ટ્રી, આંધ્રપ્રદેશમાં ડીલ થઈ ફાઇનલ, જાણો શું છે ફોર્મુલા?