અંગદાન મહાદાન/ 46 વર્ષીય બ્રેઇનડેડ કામિનીબેન પટેલે સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ટીમ્બરવા ગામના 46 વર્ષીય બ્રેઇનડેડ કામિનીબેન પટેલના પરિવારે સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું છે , સુરતથી મુંબઈનું 300 કી.મીનું અંતર 100 મિનિટમાં અને હૈદરાબાદનું 940 કી.મીનું અંતર 160 મિનિટમાં કાપી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.

Top Stories Surat
nagative 2 46 વર્ષીય બ્રેઇનડેડ કામિનીબેન પટેલે સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું

 છેલ્લા કેત્લાક્સ અમ્યથી ગુજરાતમાં અંગદાનનું પ્રમાણ વધ્યું છે. એક મૃત વ્યક્તિ અનેક લોકોને નવી જિંદગી બક્ષી શકે છે. કોરોના મહામારીની બીજી લહેર પછી સુરતમાંથી હૃદય અને ફેફસા મળી 7 અંગો દાનની ઘટના બની છે, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ટીમ્બરવા ગામના 46 વર્ષીય બ્રેઇનડેડ કામિનીબેન પટેલના પરિવારે સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું છે , સુરતથી મુંબઈનું 300 કી.મીનું અંતર 100 મિનિટમાં અને હૈદરાબાદનું 940 કી.મીનું અંતર 160 મિનિટમાં કાપી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.

રાજકીય વિશ્લેષણ / મોદી ઠાકરે મુલાકાત અને મરાઠા અનામતની વાત

ટીમ્બરવાના ટેકરા ફળિયામાં રહેતા અને ખેતી કરતા ભરતભાઇ વનમાળીભાઈ પટેલની પત્ની કામિનીબેન 17 મેં ના રોજ વહેલી સવારે પથારીમાંથી ઉભા થવા ગયા પ્રયત્ન કરવા છતાં ઉભા થવાયું ન હતું, તેમને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સિટીસ્કેન કરાવતા કામિનીબેનને બ્રેઇન હેમરેજ થયાનું માલુમ પડ્યું હતું, ત્યાંથી તેઓને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન 5 જૂનના રોજ તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા , કામિનીબેનના પરિવારજનોએ ભેગા થઈ અને અંગદાનનો વિચાર કર્યો , બાદમાં 46 વર્ષીય કમિનીબેનનું હૃદય , ફેફસા, કિડની, લીવર અને ચક્ષુદાન કરી 7 વ્યક્તિઓને નવજીવન આપવાની સરાહનીય કામ કર્યું છે.

સ્વ.કામિનીબેન ભલે આજે તેઓના પરિવાર સાથે નથી પરંતુ તેમના અંગો હજુ પણ અલગ અલગ શરીરમાં કામ કરી રહ્યા છે ત્યારે આજે પણ કામિનીબેન આ દુનિયામાં જીવીત છે ,આ તબ્બકે  ભરતભાઈએ લોકોને પણ અંગદાન કરવા આગળ આવવા અપીલ કરી હતી.

majboor str 12 46 વર્ષીય બ્રેઇનડેડ કામિનીબેન પટેલે સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું