Ahmedabad News/ PM આવાસ યોજનાના નામે 20 લાખ રૂપિયા છેતરપિંડી, નકલી સચિવાલયના અધિકારી વિરુદ્ધ ફરિયાદ

નકલી CMO અધિકારી, નકલી પોલીસ,નકલી અધિકારીઓ કે નકલી ડોક્ટર પકડવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે, ત્યારે હવે સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપીને લાખોની છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ગુજરાતમાં નકલી સરકારી અધિકારીઓને અટકાવવાના પ્રયાસો છતાં સતત નવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ વખતે અમદાવાદમાં ગાંધીનગર સચિવાલયના નકલી અધિકારી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધાયો છે. ગાંધીનગર સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપીને સરકારી મકાનની ફાળવણી કરવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા. સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપતા શખ્સે PM આવાસ યોજનાનો લાભ આપવાનું વચન આપીને એક વ્યક્તિ પાસેથી 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

સરકારી મકાન ફાળવણીના બહાને પૈસા વસૂલી રહ્યો હતો, પરંતુ મકાન નહીં આપતા આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અધિકારીની ઓળખ આપીને સરકારી મકાનની ફાળવણી કરવાના બહાને 20 લાખ રૂપિયા પડાવી લીધા બાદ પછી મકાનની ફાળવણી ન કરવામાં આવતા ભોગ બનનારે વિરમ રાઠોડ નામના શખ્સ સામે આનંદ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

આ ઘટના પછી આ પ્રકારની છેતરપિંડીને લઈને વધુ સાવચેતી રાખવાની આવશ્યકતા અનુભવાઈ રહી છે, અને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી છે. આ શખ્સ વિરુદ્ધ આનંદનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે, અને હવે વધુ ખૂલાસો કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Torres Jewellery Scam: 1.25 લાખ રોકાણકારો-1000 કરોડની છેતરપિંડી કરી, જાણો પોન્ઝી સ્કીમનું રહસ્ય

આ પણ વાંચો: ધી મહેસાણા અર્બન કો.ઓપરેટીવ બેંક સાથે 64 કરોડની છેતરપિંડી

આ પણ વાંચો: પાર્સલમાં ફેક પાસપોર્ટ અને ડ્રગ્સ હોવાનું કહીને 17 લાખની છેતરપિંડી : રશિયન સહિત ત્રણ ઝડપાયા