સુરત/ ડાયમંડ સિટીમાં તહેવારના વચ્ચે કર્ફ્યૂ જેવો માહોલ

સુરત શહેર 24 કલાક ધમધમતું શહેર છે કારણ કે ટેક્સટાઇલ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગ બંને ઉદ્યોગમાં 12-12 કલાકની અલગ અલગ શિફ્ટમાં કર્મચારીઓ કામ કરે છે.

Gujarat Surat

@અમિત રૂપાપરા

  • ઉદ્યોગો બંધ હોવાથી રસ્તાઓ જોવા મળ્યા સુમસામ
  •  લાભ પાચમ બાદ ફરી માર્કેટ થશે ધમધમતા

Surat News: સુરત શહેરને ટેક્સટાઇલ સીટી અને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે. સુરત શહેર 24 કલાક ધમધમતું શહેર છે કારણ કે ટેક્સટાઇલ ઉદ્યોગ અને ડાયમંડ ઉદ્યોગ બંને ઉદ્યોગમાં 12-12 કલાકની અલગ અલગ શિફ્ટમાં કર્મચારીઓ કામ કરે છે. એટલા માટે જ આ સુરત શહેર 24 કલાક ધમધમતું શહેર છે પરંતુ દિવાળીના તહેવારના માહોલ વચ્ચે સુરત શહેરમાં જાણે કર્ફ્યું હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે.

આ કહેવાનું કારણ એવું છે કે, સામાન્ય દિવસોમાં જે રસ્તાઓ પરથી પસાર થવું હોય તો અડધી કલાક કે કલાક જેટલો સમય આ રસ્તો પસાર કરતા લાગતો હોય છે. તે રસ્તો પસાર કરતા હાલ બેથી ચાર મિનિટનો સમય લાગે છે એટલે સતત વ્યસ્ત રહેતો રસ્તો પણ આજે સુમસામ જોવા મળી રહ્યો છે.

સુરતના રીંગ રોડ પર આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં 16,000 કરતાં વધારે દુકાનો આવેલી છે. સામાન્ય દિવસોમાં આ રીંગ રોડ પર ખૂબ જ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર હોય છે અને એવું કહેવાય છે કે, જે વ્યક્તિ એક વખત રીંગરોડના ટ્રાફિકમાં ફસાઈ ગયો તેને રીંગરોડ પાર કરતા અડધી કલાકથી એક કલાક જેટલો સમય લાગી જાય છે પરંતુ હાલ ટેક્સટાઇલ માર્કેટો બંધ હોવાના કારણે આ રસ્તાઓ પણ સુમસામ જોવા મળી રહ્યા છે.

તો સુરતના વરાછા વિસ્તારમાં માનગઢ ચોક, મીની બજાર, હીરાબાગ અને કાપોદ્રા આ મુખ્ય રસ્તાઓ ખૂબ જ ટ્રાફિક વાળા ગણાય છે. પણ હાલ લોકો પોતાના વતન ગયા હોવાના કારણે આ રસ્તા ઉપર પણ કર્ફ્યુ લાગ્યો હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે. એટલે કે રસ્તા પર માત્ર એકલદોકલ લોકોની હલનચલન જોવા મળી રહી છે.

મહત્વની વાત છે કે ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ લાભ પાચમને શુભ મુહૂર્ત માને છે અને એટલા માટે લાભ પાચમથી જ પોતાનો ધંધો શરૂ કરતા હોય છે અને લાભ પાચમ સુધી આ બંને ઉદ્યોગો બંધ હોય છે. ત્યારે લાભ પાચમ બાદ ફરીથી શહેરના માર્કેટ ધમધમતા થશે અને ફરીથી હાલ જે રસ્તા સુમસામ દેખાઈ રહ્યા છે તે રસ્તા ટ્રાફિકથી ઉભરાતા જોવા મળશે.



આ પણ વાંચો:ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા

આ પણ વાંચો:નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી…, તું નીકળ કહીને આધેડ ઉપર ફાયરિંગ-તલવાર વડે હુમલો

આ પણ વાંચો:બાયડ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 બાઇક સવારને કાળ ભરખી ગયો

આ પણ વાંચો:આ વખતે લોકસભાની 26 સીટ જીતવાની છે:સી.આર.પાટી