આજે ગાંધીનગર ખાતે કેબીનેટની બેઠક મળી હતી. જેમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ મોટી જાહેરાત કરી છે અને લોકોને ઘણી મોટી રાહત આપી છે. ગુજરાત સરકાર દ્વારા વહન ચાલકો માટે ઘણી મોટી રાહત આપવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા ફળદુએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નો મહત્વનો નિર્ણય છે, આજથી રાજ્ય ની નગરપાલિકા અને મહાનગર પાલિકામાં હેલ્મેટ મરજિયાત બનશે. હવેથી શહેરી વિસ્તારમાં હેલ્મેટ વિના વહન ચાલકો પોતાના વાહન હંકારી શકશે. સોશિયલ મીડિયામાં થયેલા વિરોધ ને લઈને સરકાર એ કેબિનેટ માં આ નિર્ણયની જાહેરાત કરી છે.
સરકારના નિર્ણયને પગેલ મોટા શહેરોની સાથે નાના શહેરના લોકો ને પણ ઘણી રાહત થશે. ૪ કે 5 કિમી ની ત્રિજ્યા ધરાવતા શહેરોમાં લોકો હેલ્મેટના કાયદાને લઇ ને ભારે મૂંઝવણ અનુભવતા હતા. પરંતુ હવે નગરપાલિકા અને મહાનગપાલિકામાં હેલ્મેટ મરજિયાત બનવાથી જાહેર જનતા ને હાશકારો થશે.
https://www.facebook.com/mantavyanews/videos/2478913812385413/
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
