ગઢડા વિધાનસભા 106 બેઠક પર મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે કુલ 2,50,989 નાં મતદાનને લઈ 382 બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 5 સખી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 2019 કર્મચારીઓ શાંતિ પૂર્ણ મતદાન થાય તેને લઈ કામગીરી કરી હતી. તો દરેક બુથ પર ઈ.વી.એમ. અને વી.વી.પેટ સહિત તમામ મતદાન લક્ષી સાહિત્ય પહોંચે તેને લઈ અલગ અલગ ઝોનલ મુજબ કામગીરી વહીવટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. જો કે આ વચ્ચે ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલમાં ઇવીએમ બંધ થયુ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહી મતદાન શરૂ થવા ની સાથે જ ઇવીએમ ખોરવાયું છે. બુથ નંબર 203 માં ઇવીએમ મશીન બંધ થયુ છે. ઘટનાની જાણ થતા અધિકારી દોડી આવ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
