Surat News/ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ, સુરતના ગોથાણમાં ટાઈફોડથી નવવધૂ વેદી પટેલનું કરુણ મોત

સુરતના (Surat) ગોથાણ ગામમાં લગ્નની ખુશી ગણતરીના કલાકોમાં જ શોકમાં ફેરવાઈ ગઈ. કેનેડાથી પરત આવેલા યુવક સાથે વિધિસર લગ્ન કર્યા બાદ જ 25 વર્ષીય નવવધૂ વેદી પટેલનું ટાઈફોડના કારણે કરુણ મોત નીપજ્યું. આ ઘટનાએ સમગ્ર ઓલપાડ પંથકમાં ચકચાર જગાવી છે.

Gujarat Surat
Gothan news, new bride death

કુદરતના ખેલ અણધારા અને અકલ્પનીય હોય છે આ કહેવત સુરતના ગોથાણ ગામમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાથી ફરી સાચી સાબિત થઈ છે. જે ઘરમાં લગ્નના ઉત્સવની ખુશીઓ અને શરણાઈઓ ગુંજતી હતી, ત્યાં ગણતરીના કલાકોમાં જ શોકનું મૌન છવાઈ ગયું. કેનેડાથી પરત આવેલા યુવક સાથે લગ્નબંધનમાં બંધાયેલી 25 વર્ષીય નવવધૂ વેદી પટેલનું ટાઈફોડના કારણે કરુણ નિધન થયું છે.

કેનેડાથી આવી ધામધૂમથી યોજાયા લગ્ન

ગોથાણ ગામના ખાડી ફળિયામાં રહેતા નૈતિક પટેલ કેનેડાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેણે આશરે 10 મહિના પહેલા વેદી પટેલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વિવિધ સામાજિક વિધિઓ બાકી હોવાથી તાજેતરમાં તેઓ સુરત આવ્યા હતા. ગત રોજ પરિવારજનો અને સગાસંબંધીઓની હાજરીમાં બંનેના વિધિસર લગ્ન ખૂબ ધામધૂમથી સંપન્ન થયા હતા.

Surat
Surat

બીમારી વચ્ચે પણ લગ્નવિધિમાં ભાગ લીધો

પરિવારજનોના જણાવ્યા અનુસાર, વેદીને છેલ્લા એક અઠવાડિયાથી તાવ આવતો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તબીબી તપાસમાં તેને ટાઈફોડ હોવાનું નિદાન થયું હતું. તેમ છતાં લગ્નનો પ્રસંગ હોવાથી વેદીએ હિંમત રાખી તમામ લગ્નવિધિઓ પૂર્ણ કરી હતી.

Surat Gothan news, new bride death
રાત્રે અચાનક લથડી તબિયત

લગ્ન બાદ રાત્રિના સમયે વેદીની તબિયત અચાનક ગંભીર રીતે બગડી ગઈ. તાવ વધતા તે બેભાન થઈ જતાં પરિવારમાં હડકંપ મચી ગયો. સસરાએ તરત તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ હોસ્પિટલ પહોંચતાં જ તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી.

પરિવારમાં અને ગામમાં શોકની લાગણી

લગ્નના પ્રથમ જ દિવસે પત્ની ગુમાવનાર નૈતિક પટેલ અને બંને પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાથમાં હજી મહેંદીનો રંગ તાજો હતો ત્યારે જ વેદીએ દુનિયાને અલવિદા કહી દીધી. આ ઘટના સમગ્ર ઓલપાડ પંથકમાં ચર્ચાનો વિષય બની છે અને લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ છે.


આ પણ વાંચો:બાલવાટિકામાં વેક્સ મ્યુઝિયમ, બટરફ્લાય ગાર્ડનની ટિકિટનાં દર ઘટશે

આ પણ વાંચો:ભવનાથ તળેટીમાં જયરાજ આહિરની એન્ટ્રી: બસ લઈને પહોંચ્યો, તંત્ર ચકિત

આ પણ વાંચો:કેનેડા મોકલવાના નામે વકીલ પાસેથી 17.5 લાખની ઠગાઈ, વિઝા એજન્ટ સામે મહેસાણામાં ફરિયાદ