PMModi-Birthday/ PM મોદીના 73મા જન્મદિવસે ગુજરાતને મળશે ખાસ ભેટ

પીએમ મોદીના જન્મદિને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સહયોગથી રવિવારના રોજ રાજ્યની 73 જેટલા સરકારી હોસ્પિટલો ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો ખુલ્લા મુકવામાં આવશે.

Gandhinagar Gujarat

ગાંધીનગરઃ પીએમ મોદીના જન્મદિને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સહયોગથી રવિવારના રોજ રાજ્યની 73 જેટલા સરકારી હોસ્પિટલો ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો ખુલ્લા મુકવામાં આવશે. આરોગ્ય વિભાગના સહયોગથી 17 સપ્ટેમ્બર 2023ના રોજ ભારત સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તથા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનું ઉદઘાટન કરશે.

રાજ્યના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં આ સેવાનો શુભારંભ આવતીકાલથી થઈ જશે જેમાં શહેરી વિસ્તારોમાં 35 આદિજાતિ વિસ્તારમાં 25 અને અંતરિયાળ વિસ્તારમાં 13 જેટલા જન ઔષધી કેન્દ્રોનો આવતી કાલે પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તેથી ખુલ્લા મુકાશે. જન ઔષધી કેન્દ્રોમાં 2500 જેટલી જેનરીક દવાઓનો લાભ દર્દી રાહત દરે લઈ શકશે. આ સાથે જ અત્યારે જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર જે શરૂ કર્યા છે તેમાં આગળ જતા ક્રમશ જરૂરિયાત મુજબ વધારો પણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ રેવા/નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, ડેમના 10 ગેટ ખોલાયા

આ પણ વાંચોઃ ઠાસરા પથ્થરમારો/ઠાસરામાં શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા છ પથ્થરબાજોની પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચોઃ Gujarat IAS/ગુજરાતના વધુ 2 IAS અધિકારીને દિલ્લીનું તેડુ, વિજય નેહરા-મનીષ ભારદ્વાજને અપાયું ડેપ્યુટેશન

આ પણ વાંચોઃ Crime Branch/અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનોલોજી ની મદદથી દેશભરમાં 500થી વધારે કાર ચોરી કરનાર ટોળકીને ઝડપી પાડી

આ પણ વાંચોઃ Peanut oil/સિંગતેલના ભાવમાં ભડકો, ડબ્બાનો ભાવ ત્રણ હજાર રૂપિયાને પાર