નિત્યાનંદ આશ્રમ DPS ઇસ્ટ વિવાદ/ મંજુલા પૂજા શ્રોફ ,અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતની આગોતરા જામીન અરજી મુદ્દે હવે આગામી સુનાવણી ક્યારે જાણો..?
લાપતા મંજુલા શ્રોફ અને હિતેન વસંતે હવે ધરપકડથી બચવા આગોતરા માગ્યા છે. કેસની તપાસ કરી રહેલી પોલીસે મંગળવારે મંજુલા શ્રોફના બંગલે અને હિતેન વસંતના ઘરે તપાસ કરી હતી. જોકે, તેઓ ઘરે મળ્યા ન હતા. બંનેના મોબાઈલ બંધ હોવાનું જાણવા મળ્યું છે. મંજુલા શ્રોફના ઘરે તેમનો દીકરો અને નોકર હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે. નોકરોએ મંજુલા શ્રોફ ક્યા છે તેની ખબર ન હોવાનું જણાવ્યું હતું.
આજે કોર્ટમાં મંજુલા પૂજા શ્રોફ ,અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત આગોતરા જામીન અરજી પર આજે મેટ્રો ગ્રામીણ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટમાં બચાવપક્ષ તરફ થી જજમેન્ટ રજુ કરવામાં આવ્યા હતા.
જયારે સરકાર તરફ થી કોર્ટમાં જવાબ રજુ કરવા માટે વધુ સમયની માંગણી કરવામાં આવી છે. જે કોર્ટે ગ્રાહ્ય રાખતા વધુ સુનાવણી 6 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. જેમાં સરકાર તરફ થી મેટ્રો ગ્રામ્ય કોર્ટમાં જવાબ રજુ કરવમાં આવશે.
પૂજા મંજુલા શ્રોફ
ઉલ્લેખનીય છે કે, મંતવ્ય ન્યુઝની ટીમ બોડકદેવ માં આવેલ રૂષીલ બંગ્લોઝ પહોંચી હતી જ્યાં સંચાલિકા પૂજા મંજુલા શ્રોફ રહે છે. છેલ્લા એક સપ્તાહ થી પૂજા શ્રોફ પરિવાર સાથે ક્યાંક બહાર ગયા છે તેવું તેમને સિક્યોરિટી ગાર્ડ નું કહેવું છે. આ વાત થી એ બાબત સ્પષ્ટ છે કે, મંજુલા શ્રોફને ખ્યાલ આવી ગયો હતો કે તેમનો પાપનો ઘડો ટૂંક જ સમયમાં જ ફૂટવાનો છે. તે થી જ તેઓ અગાઉ થી જ ઘર છોડીને ભાગી ગયા છે.
હિતેન વસંત
સાથસાથે મંતવ્ય ન્યુઝ ની ટિમ થલતેજ માં આવેલ આસોપાલવ બંગ્લોઝ પહોંચી હતી જ્યાં ટ્રસ્ટી હિતેન વસંત રહે છે. જે છેલ્લે ૨ દિવસ થી પરિવાર સાથે બહાર ગયા છે તેવું તેમના સિક્યોરિટી ગાર્ડ નું કહેવું છે ત્યારે અહીં સવાલ એ છે કે ફરિયાદ દાખલ થયા ને ૩ દિવસ થયા અને હિતેન વસંત ને ફરાર થાયે ૨ દિવસ થયા ત્યારે શા માટે પોલીસ તેમની સામે જરુરી કાર્યવાહી નથી કરી રહી. સાથે જ મહત્વની બાબત તો એ પણ છે કે હિતેન વસંત ના પત્ની એ ઘરના તમામ નોકર ને ગામડે જવાની સૂચના આપી દીધી છે જે થી કોઈ નોકર ની પણ પૂછપરછ ન કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
