Not Set/ યુવાનીમાં પણ સફેદ થાય છે વાળ ? આ રહ્યાં કારણો 

અમદાવાદ, સામાન્ય રીતે અકાળે થતા સફેદ વાળ પાછળ પર્યાવરણને જવાબદાર માનવામાં આવે છે. જાકે, તાજેતરમાં થયેલ એક શોધમાં સ્પષ્ટ થયું છે કે, અકાળે થતા સફેદ વાળ પાછળ પર્યાવરણ નહીં બલ્કે વારસાગત જનીન તત્વો જવાબદાર છે. સંશોધકોએ દાવો કર્યો છે કે, અકાળે થતાં સફેદ વાળ પાછળ માત્રને માત્ર જનીન તત્વો જ જવાબદાર હોવાના તેમની પાસે પુરતા […]

Health & Fitness
અમદાવાદ,
સામાન્ય રીતે અકાળે થતા સફેદ વાળ પાછળ પર્યાવરણને જવાબદાર માનવામાં આવે છે. જાકે, તાજેતરમાં થયેલ એક શોધમાં સ્પષ્ટ થયું છે કે, અકાળે થતા સફેદ વાળ પાછળ પર્યાવરણ નહીં બલ્કે વારસાગત જનીન તત્વો જવાબદાર છે.
સંશોધકોએ દાવો કર્યો છે કે, અકાળે થતાં સફેદ વાળ પાછળ માત્રને માત્ર જનીન તત્વો જ જવાબદાર હોવાના તેમની પાસે પુરતા પુરાવા છે. આ સંશોધન માટે લેટિન અમેરિકાના અલગ-અલગ જાતિના છ હજારથી વધુ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિઓના વાળનો રંગ, તેના ઘનત્વ અને વાળના આકાર સાથે જાડાયેલા જનીન તત્વોની ઓળખ કરવામાં આવી છે. આ સંશોધનમાં આઈઆરએફ-૪ નામના જનીનની ઓળખ કરવામાં આવી છે. આ જનીન વ્યક્તિઓના વાળના રંગ પાછળ જવાબદાર છે. સંશોધનમાં જણાવ્યા મુજબ, આ જનીન તત્વ મેલેનિયનના રેગ્યુલેશન અઉત્પાદન અને ભંડારણમાં સામેલ થાય છે અને મેલેનિયન જ વાળ, ત્વચા અને આંખોનો રંગ નક્કી કરે છે. મેલેનિયન તત્વની ઊણપથી વાળનો રંગ સફેદ થવા લાગે છે. યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધક એન્ડર્સ રુઝે જણાવ્યું હતું કે, અમે વાળમાં પહેલા આનુવંછિક સંબંધોનું સંશોધન કર્યું. જે વ્યક્તિઓની ઉંમર વધવાની સાથે વાળોના સફેદ થવાની પ્રક્રિયાને સમજવા માટે એક આદર્શ મોડલ ગણાય છે.
તેમણે ઉમેર્યું કે, આઈઆરએફ-૪  તત્વ વ્યક્તિઓની ઉંમર ન થઈ હોવા છતાં પણ વાળ સફેદ કરવા માટે જવાબદાર છે. આ સંશોધન થયા બાદ હવે અકાળે થતા સફેદ વાળને અટકાવવા માટેનો ઉપચાર શોધી શકાય છે. આ ઉપરાંત સંશોધકોએ કેટલાક અન્ય જનીન તત્વો પણ શોધી કાઢ્યા છે જેમાં ઈબીએઆર નામનું જનીન તત્વ વ્યક્તિઓની દાઢીના વાળની મોટાઈ અને આકાર માટે જવાબદાર છે. જ્યારે એફઓએક્સએલ-૨ નામનુ જનીન તત્વ વાળની વૃદ્ધિ માટે જવાબદાર છે. આ સંશોધન નેચરલ કોમ્યુનિકેશન નામની જર્નલમાં પ્રકાશિત કરાયું છે.