રાજકોટ એસ.ટી.ડિવિઝનને 1961થી 2018 સુધીના છેલ્લા 57 વર્ષમાં ક્યારેય ન થઈ હોય તેટલી રેકોર્ડબ્રેક એક દિવસીય આવક નાેંધાઈ છે. ગઈકાલે તા.12-11-2018ના રોજની એક દિવસીય આવક રૂ. 64,30,000 થતાં સમગ્ર ડિવિઝનમાં નવો રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે.
વધુમાં આ અંગે વિભાગીય નિયામકે વિગતો જાહેર કરતાં પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, રાજકોટ એસ.ટી.ડિવિઝનના ઈતિહાસમાં પ્રથમવાર એક દિવસની આવક રૂ.64.30 લાખે પહાેંચી છે અને આ સાથે જ એક નવો રેકોર્ડ બન્યાે છે.
દિવાળીના તહેવારોના પાંચ દિવસ દરમિયાન ગત વર્ષ 2017માં કુલ આવક રૂ.2.04 કરોડ થઈ હતી જ્યારે ચાલું વર્ષ 2018માં દિવાળીના પાંચ દિવસ દરમિયાન 2.42 કરોડની આવક થઈ છે.
આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રૂ.38 લાખની વધુ આવક થઈ છે. આ તકે તેમણે નવો રેકોર્ડ પ્રસ્થાપિત થવાનો શ્રેય સમગ્ર રાજકોટ એસ.ટી.ડિવિઝનના કર્મચારી પરિવારને આપ્યો હતો અને ટીમ વર્કથી જૂનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરી શક્યા હોવાનું જણાવ્યું હતું.
