Not Set/ ગાંધીનગર/ જાણો કોરોનાનાં કહેર વચ્ચે શું રૂપાલમાં પલ્લીનું થશે આયોજન?

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે કોરોનાનાં કેસ વધતા હોવાના કારણે આ વર્ષે નવરાત્રી થવાની નથી. આ જ કારણથી ગાંધીનગર તાલુકાનાં રૂપાલ ગામમાં નવરાત્રીની નોમની રાત્રી બાદ નિકળતી પલ્લીની પરંપરાને બ્રેક લાગવા જઇ રહ્યો છે. સવા પાંચ હજાર વર્ષ જુની આ પરંપરા કે જેમાં પાંચ જ્યોતવાળી પલ્લી બનાવીને તેના ઉપર હજ્જારો નહીં પણ લાખ્ખો લીટર […]

Uncategorized

રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે કોરોનાનાં કેસ વધતા હોવાના કારણે આ વર્ષે નવરાત્રી થવાની નથી. આ જ કારણથી ગાંધીનગર તાલુકાનાં રૂપાલ ગામમાં નવરાત્રીની નોમની રાત્રી બાદ નિકળતી પલ્લીની પરંપરાને બ્રેક લાગવા જઇ રહ્યો છે. સવા પાંચ હજાર વર્ષ જુની આ પરંપરા કે જેમાં પાંચ જ્યોતવાળી પલ્લી બનાવીને તેના ઉપર હજ્જારો નહીં પણ લાખ્ખો લીટર ચોખ્ખા ઘી નો અભિષેક કરવામાં આવે છે, ગામમાં ચોખ્ખા ઘી ની નદીઓ વહેતી જોવા મળે છે અને આ પલ્લી વખતે યોજાતા મેળામાં દેશ અને દુનિયાનાં લાખોથી પણ વધુ ભક્તો ગામમાં આવે છે ત્યારે આ વખતે કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે નવરાત્રીની જેમ પલ્લી મેળો પણ યોજાશે નહીં.

સતત વધી રહેલા કોરોનાનાં કેસને જોતા આ વર્ષે પલ્લીનું આયોજન કરવામાં આવશે નહી. સરકાર હસ્તક હોવાથી કલેક્ટર નિર્ણય કરશે. આવતા અઠવાડિયે કલેક્ટર બેઠક કરી આ મામલે નિર્ણય કરશે. જણાવી દઇએ કે, 25 તારીખે સાંજે પલ્લી નીકળશે, ત્યારે ગામ લોકોને ભેગા નહી થવા સૂચના આપવામાં આવી છે. મહાભારતકાળથી ચાલતી આ પરંપરા જળવાય તે માટે પુર્ણ ધાર્મિકવિધી સાથે પ્રતિકાત્મક પલ્લી ગ્રામજનોની હાજરીમાં જ ગામમાં નિકળે તેવી ભક્તોની લાગણી છે. જો કે, આ બાબતે કલેક્ટર દ્વારા નિર્ણય લેવાનો બાકી છે તે પહેલા પલ્લીનાં વિવિધ મંડળો તથા ગ્રામજનો સાથે વહિવટીતંત્રની ખાસ બેઠક પણ બોલાવવામાં આવશે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

આપને જણાવી દઇએ કે, નવરાત્રિ એ શક્તિની આરાધના કરવાના દિવસો છે અને એવી શક્તિ કે જે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની મા સાક્ષાત બિરાજમાન છે. આ વરદાયિની માના ધામમાં વર્ષે એક વખત આસો સુદ 9ની રાત્રીએ પલ્લી નિકળે છે, અને આ પલ્લી પર લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. ઘીના અભિષેકને કારણે રૂપાલમાં ઘીની નદીઓ વહેતી હોય છે. આ કારણે જ વરદાયિની માની પલ્લી જગવિખ્યાત બની છે. આ વર્ષે પણ દેશવિદેશથી આવેલા લાખો ભક્તોની હાજરીમાં વરદાયિની માતાની પલ્લી રુપાલમાં નીકળી હતી અને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક પલ્લીની પૂજા કરી હતી.

વરદાયિની માતાજીનાં મંદિરમાં આ પલ્લીરથની પરંપરા મહાભારતથી ચાલતી આવે છે. ઈતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે કે જ્યારે પાંડવોએ માતાજીની ઉપાસના કરી હતી અને તેને કારણે જ તેઓ ગુપ્તવાસ નિર્વિધ્ને પસાર કર્યો હતો. પાંડવો મહાભારતનું યુધ્ધ જીત્યા પછી અહીં ભગવાન શ્રી કૃષ્ણ સાથે પાંડવો, દ્રોપદી સાથે આવ્યા હતા અને તે વખતે તેમણે માતાજીની સોનાની પલ્લી કરીને ફેરવી હતી. અગાઉ બલિપ્રથા ચાલતી હતી. પરંતુ તે બલિપ્રથાને અટકાવીને તેમણે પલ્લી પર ઘીનો અભિષેક કર્યો હતો. બસ ત્યારથી આ પરંપરા ચાલી રહી છે. પલ્લીયાત્રાએ સર્વધર્મ સમભાવું પ્રતિક છે. પલ્લી ઉપર શુધ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો અને અંદાજે રુ. 5 કરોડથી વધુનું ઘી પલ્લી પર ચડાવીને ભક્તોએ પોતાની માનતા પૂર્ણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.